Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ભાવનગર ઘરફોડ ચોરીમાં ફરાર યુનુસ ઉર્ફે મીણબત્તી ઝડપાયો

ભાવનગર તા. ૧૫ : ઘરફોડ ચોરીના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસે પકડી પાડેલ છે.

ગૃહ વિભાગ, ગાંધીનગર ગુજરાત રાજય દ્રારા રાજયમાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ આપેલ હોય જે અનુસંધાને ભાવનગર જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલ ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટરશ્રી ની સુચનાથી પોલીસઙ્ગ કોન્સ. પ્રદીપસિંહ ગોહિલનેઙ્ગ મળેલ સંયુકત બાતમી આધારે નિલમબાગ પોલીસ સ્ટેશન ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭,ઙ્ગ ૩૮૦,૧૧૪ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી યુનુસ ઉર્ફે મીણબત્તી ઉર્ફે દાતાળો રહેવાસી મોતિતાળાવઙ્ગ રોડ ભાવનગર વાળાને વડવા રેલવે ફાટક પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ.ની સુચનાથી હેડ કોન્સ. મહાવીરસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ તથા અતુલભાઈ ચુડાસમા તથા શરદભાઈ ભટ્ટ તથા રાજદીપ સિંહ ગોહિલ તથા ડ્રાઈવર પોલીસ કોન્સ. મુકેશભાઈ મોહનભાઈ જોડાયાઙ્ગ હતા.(૨૧.૧૧)

(11:57 am IST)