Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

વાંકાનેરના હસનપરમાં અનિલ કોળીને ત્રણ કોળી શખ્સોએ ધોકાવ્યો

આઇશર અને કાર સામ-સામે આવી જતાં માથાકુટઃ ઘાયલને રાજકોટ ખસેડાયો

રાજકોટ તા.૧૫: વાંકાનેરના હસનપરમાં રહેતાં અનિલ નાગજીભાઇ મીણીયા (ઉ.૨૨) નામના કોળી યુવાનને સાંજે પાંચ વાગ્યે તે ગામમાં હતો ત્યારે અજય કોળી, મોહિત કોળી અને સુરપાલ કોળીએ લાકડી-પાઇપથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અનિલ આઇશરનું ડ્રાઇવીંગ કરે છે. તે આઇશરમાં લોખંડ ભરીને ગામ તરફ આવતો હોઇ સિંગલ પટ્ટી રસ્તા પર અજય કોળી પોતાની કાર લઇને સામે આવતાં તેણે આઇશર રોડ નીચે લઇ લેવા કહેતાં બોલાચાલી થયા બાદ બીજા બે જણાને બોલાવી હુમલો કર્યો હતો. તેમ અનિલના પિતાએ જણાવ્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૧૬)

(11:57 am IST)