Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

જામખંભાળીયામાં પ્લાસ્ટીકની દોરી વેચનારા ત્રણ સામે કાનુની કાર્યવાહી

જાહેરનામાનાં ભંગ સબબ એસઓજી દ્વારા કરાઇ કાર્યવાહી

દ્વારકા તા. ૧પ :..અત્રેનાં જિલ્લા કલેકટર દ્વારા પ્લાસ્ટીક ના માંજા તથા પશુ પક્ષીઓ તેમજ માનવ જિંદગી જોખમાય તેવી વસ્તુઓ પ્લાસ્ટીકના માંજા-દોરી, તુક્કલ, સ્કાય લેન્ટર્સ, સીન્ટેથીક મટીરીયલ, લોખંડ પવડર, ટોક્ષીક મટીરીયલ, કાચ પાવડર, ઓડીયો મેગ્નેટીક ટેપ. વિગેરે વસ્તુઓ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ બહાર પડાયેલ હોય તે અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રોહન આનંદનનાં માર્ગદર્શન તેમજ જાહેરનામાની કડક અમલવારી કરવા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી. બી. ગોહીલ દ્વારા અલગ અલગ ટીમો રોકાયેલ હોય જે દરમ્યાન જાહેરનામા ભંગ બદલ કુલ ૩ કેસો કરવામાં આવેલ હતા જેમાં જામખંભાળીયામાં ટાઉનમાં કુલ-ર વેપારીઓ પ્રતિબંધીત પ્લાસ્ટીકની દોરી વેપાર કરતા મળી આવેલ જેમાં નં. (૧) ભાવેશભાઇ રમેશભાઇ પંચમતીયા જાતે લુહાણા ઉ.૩૮ ધંધો વેપાર રહે. એસ. એન. ડી. ટી. સ્કુલ પાસે ખંભાળીયા જિલ્લો - દેવભૂમિ દ્વારકા વાળા વિરૂધ્ધ જામ ખંભાળીયા પો. સ્ટે. સેકન્ડ ગુ. ર. નં. ૧૯/ર૦૧૯  આઇ. પી. સી. કલમ ૧૮૮ મુજબ તેમજ નં. (ર) ફકરૂદીન ગુલામઅલી દલાલ જાતે. વોરા (ઉ.૬૭) ધંધો, વેપાર રહે. વોરા વાડ ખંભાળીયા જિલ્લો-દેવભૂમિ દ્વારકા વાળા વિરૂધ્ધ જામ ખંભાળીયા પો. સ્ટે. સેકન્ડ ગુ. ર. નં. ર૦/ર૦૧૯ આઇ. પી. સી. કલમ ૧૮૮ મુજબ તેમજ દ્વારકા ટાઉનમાં કુલ ૧ વેપારી પ્રતિબંધીત દોરી વેપાર કરતા મળી આવેલ જેમાં નં. (૧) હીરેનભાાઇ ભીખાભાઇ પરમાર જાતે. દલવાડી ઉ.રપ ધંધો રેડીયમ સ્ટીકર બનાવવાનો રહે. કાનદાસબાપુ આશ્રમ વાળો રોડ માધવ મઠ ની સામે દ્વારકા વાળા વિરૂધ્ધ જામ દ્વારકા પો. સ્ટે. સેકન્ડ ગુ. ર. નં. ૧ર-ર૦૧૯ આઇ. પી. સી. કલમ ૧૮૮ મુજબ આમ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ કુલ ૩ જાહેરનામા ભંગના આઇ. પી. સી. કલમ ૧૮૮ મુજબ કેશો રજી. કરાવી કામગીરી કરેલ હતી.

ઉપરોકત કામગીરીમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી. બી. ગોહીલ, તથા એસ. ઓ. જી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ. પરબતભાઇ કરમુર, ઇરફાનભાઇ ખીરા, વિરેન્દ્રસિંહ જાડેજા, મહંમદભાઇ બ્લોચ, ભીખાભાઇ ગાગીયા, હરપાલસિંહ જાડેજા, પો. કોન્સ. મહાવીરસિંહ ગોહીલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જેસલસિંહ જાડેજા, અરશીભાઇ માડમ, સુરેશભાઇ વાનરીયા, કિશોરસિંહ જાડેજા, અશોકભાઇ સવાણી, લક્ષ્મણભાઇ આંબલીયા, નિલેષભાઇ કારેણા વગેરે જોડાયા હતાં. (પ-૧પ)

(11:56 am IST)