Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

મહુવામાં પતંગની દોરી ગળામાં ભરાતા ૫ વર્ષની બાળાનું કરૂણ મોત

 ભાવનગર તા. ૧૫ : જિલ્લાના મહુવામાં પતંગની દોરી ગળામાં ભરાતા પાંચ વર્ષની બાળાનું તેના પિતાની નજર સામે કરૂણ મોત નિપજતા અરેરાટી વ્યાપી ગયેલ છે.

મહુવામાં ગાંધીબાગ પાછળ રહેતા સહદેવભાઇ જાદવ તેનાં મોટરસાઇકલ ઉપર તેની પાંચ વર્ષની પુત્રી પ્રિયાને લઇ મકરસંક્રાંતિ સોમવારનાં રોજ બપોરે જઇ રહ્યા હતા ત્યારે પતંગની દોરી પુત્રી પ્રિયાના ગળામાં વાગતા ગંભીર ઇજા થતાં તેનું કરૂણ મોત નિપજ્યું હતું. આ બનાવે ભારે અરેરાટી ફેલાવી હતી.(૨૧.૧૧)

(11:55 am IST)