Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

સુરેન્દ્રનગરઃ સાયલાના પીએસઆઇ અને બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ

જિલ્લા પોલીસ વડા દ્વારા ફરજમાં બેદરકારી દાખવવા બદલ કર્યા સસ્પેન્ડ

સુરેન્દ્રનગર તા. ૧૫ : રાજયમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાના કિસ્સાઓ વધારે સામે આવી રહ્યા છે. હવે સુરેન્દ્રનગરમાં ૧ PSI અને ૨ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડાએ સાયલાના PSI અને કોન્સ્ટેબલને ફરજમાં બેદરકારી દાખવવા બદલ બદલ સસ્પેન્ડ કર્યા છે.

માહિતી મુજબ સાયલામાં આરઆર સેલ દ્વારા દારૂની રેડ કરવામાં આવી ત્યારે આ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ૬૦૦થી વધુ દારૂની પેટીઓ ઝડપાઈ હતી. આટલી મોટી સંખ્યામાં દારૂ પકડાતા જીલ્લા PSએ સાયલા વિસ્તારના PSI પટેલ સહીત બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે. અનેક ચેકપોસ્ટ ક્રોસ કરી દારૂ સુરેન્દ્રનગર જિલ્લામાંથી લઈ જવામાં આવે છે. જયારે આ દારૂ પકડાય છે ત્યારે દરેક વખતે સ્થાનિક પોલીસને ભોગવવાનો વારો આવે છે. સાયલા PSI તો થોડા દિવસ પહેલા જ આ સ્ટોશનમાં આવ્યા હતા અને સસ્પેન્ડ પણ થઈ ગયા.(૨૧.૧૩)

 

(11:43 am IST)