Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

અભદ્ર શબ્દો, તોડફોડ, હુમલો છતાં પોલીસ નિષ્ક્રીયઃ ઉર્વીબેન

નરેન્દ્રબાપુએ અસામાજીકોને સાથે રાખીને હુમલો કરાવ્યોઃ કાર્યવાહી જરૂરીઃ એન્ટ્રી કરવામાં વાંધો શું હતો?: એ લોકોનું અસામાજીકપણું વીડીયોમાં કેદ છે, સમાજે બધું જ જોયું છેઃ બહિષ્કાર સહિતના નિર્ણયો કરાશેઃ પોલીસ તત્કાળ પગલાં ભરેઃ ઉર્વીબેન ટાંક કહે છે, અમારા સામાજીક કાર્યો ચાલુ જ રહેશેઃ સાવરકુંડલાની ઘટનાના કડીયા સમાજમાં ઘેરા પડઘા

રાજકોટ તા. ૧પ :.. સાવર કુંડલામાં ગુર્જર કડિયા સમાજની બેઠકમાં અભદ્ર શબ્દો, તોડફોડ અને આગેવાનો પર હૂમલા કરવાની ઘટનાના ઘેરા પડઘા પડયા છે. હૂમલાખોરો સામે આક્રોશ ફેલાયો છે.

ભરતભાઇ ટાંકના જીવન સાથી ઉર્વીબેને જણાવ્યું હતું કે, સાવ ખુલ્લેઆમ ગુંડાગીરી છતાં પોલીસની નિસ્ક્રીયતા આશ્ચર્યજનક છે. હજુ સુધી પોલીસ તંત્રએ કોઇ નક્કર પગલા કેમ લીધા નથી ?

ઉર્વીબેન કહે છે કે, જે થયું એ સમાજ સામે થયું છે. નકારાત્મક લોકોને સમાજે ઓળખી લીધા છે. આખી ઘટના કેમેરામાં કેદ છે. મીટીંગમાં આવનારા માટે એન્ટ્રી કરવાનો અનિયમ હતો. નરેન્દ્રબાપુ તથા તેની સાથે આવેલા લોકોએ એન્ટ્રી કરવાની ના પાડીને મીટિંગ સ્થળે તોડફોડ આદરી દીધી હતી. અપશબ્દોનો મારો ચલાવ્યો અને આગેવાનો પર હૂમલા કર્યાં.

આ ઘટના અંગે પોલીસ ફરિયાદ થઇ છે, પણ હજુ સુધી કોઇ પગલા ન ભરાતા સમાજનો આક્રોશ બેવડાયો છે જો કે ઉર્વીબેન કહે છે કે, સમાજને ડરાવવાની વૃતિ બર નહિ આવે અમે સમાજને સાથે રાખીને સર્વાગી વિકાસની પ્રવૃતિ ચાલુ જ રાખીશું.

ઉર્વીબેન કહ્યું હતું કે, નરેન્દ્રબાપુએ અન્ય જ્ઞાતિના અસામાજિકોને સાથે રાખીને હુમલા કરાવ્યા છે. સમગ્ર ઘટના કેમેરામાં કેદ છે પૂરાવા હોવા છતા પોલીસ કાર્યવાહી થતી નથી એ બાબત  આશ્ચર્ય સર્જે છે પોલીસ તંત્રને જાગૃત કરવાના કાર્યક્રમો પણ થશે.

નરેન્દ્રબાપુની સતત નકારાત્મક પ્રવૃતિના કારણે હાલાર સમાજને સહન કરવું પડે છે ઉર્વીબેન કહે છે કે, બહિષ્કાર સહિતના ઠરાવો થયા છે. બાપુની નકારાત્મક પ્રવૃતિ સમાજમાં વર્ગ વિગ્રહ સર્જી રહી હોવાનું ઉર્વીબેન જણાવ્યું હતું. (પ-૩ર)

 

(11:40 am IST)