Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ધોરાજી ઉમીયા પરિવાર સમિતિ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો-ઉમા અમૃતમ કાર્ડનું વિતરણ

ધોરાજીના ઉમીયા પરિવાર સમિતિ દ્વારા કડવા પટેલ બોર્ડીંગ જુનાગઢ રોડ ખાતે સમાજ શ્રેષ્ઠીઓની હાજરીમાં તેજસ્વી તારલાઓને સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા શિલ્ડ અને પ્રમાણપત્રો આપી સન્માનીત કરેલ જેમાં ધોરણ ૧ થી ૧૨ અને ડિગ્રી અને મેડીકલ સહિતના અભ્યાસક્રમોમાં બેસ્ટ દેખાવો કરવા બદલ ઉમીયા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને સન્માનીત કરેલ. દાતાઓને પણ શાલ ઓઢાડી સન્માનીત કરેલ. આ કાર્યક્રમને દિપ પ્રગટ કરી પુર્વ મંત્રી ચીમનભાઇ સાપરીયા અને જેરામભાઇ પોલ અને આમંત્રીત મહેમાનો દ્વારા ખુલ્લો મુકાયો હતો. આ તકે સમાજના અગ્રણીઓ ભુપતભાઇ ભાયાણી, જેન્તીભાઇ કાલરીયા, જીવનભાઇ ગોવાણી, કોૈશીકભાઇ રાબડીયા, લલીતભાઇ ઉકાણી, નવીનભાઇ ભાયાણી, રમેશભાઇ વાછાણી, સુધીરભાઇ પાડલીયા, ચંદુભાઇ મારવાણીયા, શિલ્પાબેન મારવાણીયા, કાજલબેન સીતાપરા, રાજેશભાઇ ભીમાણી, ઉમેશભાઇ ભાલોડીયા, ડો. દિપલભાઇ સુતરીયા, ડો. રામાણી, વિઠ્ઠલભાઇ કોટડીયા સહિતના મહાનુભાવોની હાજરીમાં ઉમા પરિવારજનોને ઉમા અમૃતકાર્ડનું વિતરણ કરાયું આ તકે વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ અગ્રણીઓ વાલીઓ સહિતનાં હાજર રહેલ તે વખતની તસ્વીર.(તસ્વીર-અહેવાલઃ ધર્મેન્દ્ર બાબરીયા, ધોરાજી)

(9:54 am IST)