Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૮૧ – ખંભાળિયામાં કુલ ૩૧ અને ૮૨ – દ્વારકા વિધાનસભા બેઠક ઉપર કુલ ૨૩ ઉમેદવારીપત્રો રજૂ થયા

દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શનમાં ૮૧-ખંભાળિયા અને ૮૨-દ્વારકાના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર દ્રારા વિધાનસભા વિસ્તારમાં ચૂંટણીલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે ૮૧-ખંભાળિયા વિધાનસભા મત વિસ્તાર માટે કુલ ૩૧ ઉમેદવારીપત્રો રજૂ થયા છે.જ્યારે ૮૨ – દ્વારકા વિધાનસભા મત વિસ્તાર માટે કુલ ૨૩ ઉમેદવારીપત્રો રજૂ થયા છે

 

(11:07 pm IST)