Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

મોરબી જીલ્લામાં મતદાન તેમજ મત ગણતરી દિવસ ‘‘ડ્રાય ડે’’ જાહેર.

મોરબી જિલ્લાની વિધાનસભાની ચૂંટણીનું તા.૦૧/૧૨/૨૦૨૨ રોજ મતદાન થનાર છે. ચૂંટણી પંચની સ્થાયી સુચનાઓ અનુસાર ચૂંટણી દરમિયાન મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે તે માટે દારૂ તથા નશાકારક ચીજોના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. ભારતના ચૂંટણી પંચની સુચના મુજબ લોકસભા બેઠક આજુબાજુના વિસ્તારોમાંથી એક સ્થળેથી બીજા સ્થળે દારૂની ગેરકાયદેસર હેરાફેરી ન થઈ શકે તે માટે જરૂરી પગલા ભરવા તેમજ ડ્રાય ડે જાહેર કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન. કે. મુછાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામાં અનુસાર મતદાનનો સમય પૂરો થવાના કલાકની સાથે પુરા થાય તે રીતે ૪૮ કલાકનો સમય એટલે કે, તા.૨૯/૧૧/૨૦૨૨ના સાંજના ૦૫:૦૦ કલાકથી તા.૦૧/૧૨/ ૨૦૨૨  સાંજના ૦૫:૦૦ કલાક સુધી તેમજ મતગણતરીનો દિવસ એટલે કે, તા.૦૮/૧૨ /૨૦૨૨ નો દિવસ (આખો દિવસ) “ડ્રાય ડે” જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસો દરમિયાન તમામ પરવાનેદાર વિદેશી દારૂની દુકાનો (એફ.એલ.-૧ અને એફ.એલ.-૨) તેમજ પોષ ડોડવાનું વેચાણ કરતી દુકાનો (પોપી-૨ એએ અને પોપી-૨) એ ‘‘ડ્રાય ડે’’ના દિવસોએ દારૂ કે પોષ ડોડવાનું વેચાણ નહીં કરવા તેમજ દુકાનો બંધ રાખવા જણાવવામાં આવ્યું છે

(11:03 pm IST)