Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

‘આપ’ના મુખ્યમંત્રી પદના દાવેદાર અને ખંભાળિયા વિધાનસભાના ઉમેદવાર ઇસુદાન ગઢવીએ વિજય મુહૂર્તમાં આઈશ્રી સોનલ માતાના આશીર્વાદ લઈને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું : આમ આદમી પાર્ટીના હજારો કાર્યકર્તાઓ હાજર રહ્યા

ખંભાળિયા વિધાનસભા ઉમેદવાર ઇસુદાન ગઢવીએ ખંભાળિયામાં 'આપ' દ્વારા આયોજિત 'વિજય સંકલ્પ રેલી'નું નેતૃત્વ કર્યું : 'વિજય સંકલ્પ રેલી'માં હજારો લોકો હાજર રહ્યા અને ઈસુદાન ગઢવીને વિજય થવા આશીર્વાદ આપ્યા

રાજકોટ તા.૧૪ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતિમ તબક્કામાં છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત કરી દીધી છે. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના દાવેદાર ઈસુદાન ગઢવીએ આજે ખંભાળિયાથી ઉમેદવારી પત્ર ભરીને પોતાની દાવેદારી નોંધાવી હતી. ઉમેદવારી પત્ર દાખલ કર્યા પહેલા ઈસુદાન ગઢવીએ ખંભાળિયા સ્થિત આઈ શ્રી સોનલ માતાના મંદિરે દર્શન કર્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. તેમણે સોનલ માતાના ચરણોમાં શીશ નમાવીને આમ આદમી પાર્ટીની જીત માટે અને ગુજરાત તથા દેશના લોકોની સુખાકારી અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી.

 

આમ આદમી પાર્ટી નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી અને ખંભાળિયા વિધાનસભા ઉમેદવાર ઇસુદાન ગઢવીએ ખંભાળિયામાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત 'વિજય સંકલ્પ રેલી' માં ભાગ લીધો હતો. આમ આદમી પાર્ટીની દ્વારા આયોજિત 'વિજય સંકલ્પ રેલી'માં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સહિત ખંભાળિયાના સ્થાનિક લોકો એ પણ ભાગ લીધો હતો અને લોકોએ આમ આદમી પાર્ટી પ્રત્યે પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. ખંભાળિયા ના લોકોમાં એ વાતનો ઉત્સાહ છે કે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના દાવેદાર ખંભાળિયા વિધાનસભાથી ચૂંટણી રહ્યા છે. હજારોની સંખ્યામાં આવેલા લોકોએ ઈસુદાન ગઢવીને વિજય થવા માટે આશીર્વાદ આપ્યા હતા. લોકોનો આ પ્રેમ અને સહકારથી ચોક્કસપણે માની શકાય કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક બહુ મોટું પરિવર્તન લાવવા જઈ રહી છે.

 

ઇસુદાન ગઢવીની આગેવાની હેઠળની આ 'વિજય સંકલ્પ રેલી'ના માધ્યમથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ગુજરાતની જનતા હવે સંપૂર્ણ રીતે પરિવર્તન ઈચ્છે છે. સૌએ 'વિજય સંકલ્પ રેલી'માં ભાગ લઈને ઇસુદાન ગઢવીને ડિસેમ્બરમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે આશીર્વાદ આપ્યા. આમ આદમી પાર્ટી પ્રત્યે જનતાનો પ્રેમ દર્શાવે છે કે, હવે ગુજરાતની જનતા ભાજપની 27 વર્ષની રાજનીતિથી કંટાળી ગઈ છે. હવે જનતા ઈચ્છે છે કે લોકોને લૂંટનારી પાર્ટી જતી રહે અને લોકો પર લૂટાવાવાળી પાર્ટી આવે, આમ આદમી પાર્ટીની સરકાર આવે.

(8:00 pm IST)