Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

જુનાગઢમાં 'મશરૂ' અટકે વાવંટોળ સર્જ્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૪: વિધાનસભા ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસ આજે જુનાગઢમાં મશરૂ અટકના કારણે ભારે ગડમથલ સર્જાઇ હતી. જુનાગઢના ભાજપના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂએ ફોર્મ ભર્યાની ચર્ચા વહેતી થઇ હતી. જો કે અંતે મહેન્દ્રભાઇ મશરૂએ નહીં પરંતુ જુનાગઢના સેવાભાવી ઘનશ્યાભાઇ મશરૂએ ફોર્મ ભર્યુ હોવાનું ખુલ્યુ હતું.
જુનાગઢ બેઠક ઉપરથી વિધાનસભાની ચંંૂટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઘનશ્યામભાઇ મશરૂએ ઉમેદવારી કરી છે.
મુળ સાવરકુંડલાના અને સાડીના વ્યવસાય સાથે સંકળાયેલા ઘનશ્યામભાઇ મશરૂ ઘણા સમયથી જુનાગઢમાં રહીને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે.
આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે તેઓએ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યુ હતું.
ઘનશ્યાભાઇ મશરૂએ ઉમેદવારી કરતા ભાજપના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂએ ફોર્મ ભર્યાની અફવા ફેલાઇ હતી.

 

(4:12 pm IST)