Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

જુનાગઢમાં ફુટ-ડીસમીસથી કારના દરવાજા ખોલીને ચોરી કરનાર ઝડપાયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૧૪: રેન્‍જના ડીઆઇજી મયંકસિંહ ચાવડા તથા જુનાગઢ જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમશેટ્ટીની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્‍યાના માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં વિધાનસભાની ચુંટણી યોજાનાર હોય જેથી શરીર સબંધી તેમજ મિલ્‍કત સબંધી ગુન્‍હાઓ બનતા અટકાવવા સારૂ અને આવા બનેલ ગુન્‍હાઓ શોધી કાઢવા સુચના આપી હતી.

આરોપીની વિશેષ પુછપરછ કરતા પોતે તા.૧૧-૧૨-૨૦૨૨ના રોજ માણાવદર બસ સ્‍ટેશનમાંથી એક કાળા કલરનું સ્‍પ્‍લેન્‍ડર મોટર સાયકલ ચોરી કરેલની હકીકત જણાવતા આરોપીને સાથે રાખી અને ચોરી કરેલ મોટર સાયકલ સ્‍પ્‍લેન્‍ડર  કિ. રૂા. ૨૦૦૦૦ કબ્‍જે કરવામાં આવેલ છે અને જે અંગે માણાવદર પો.સ્‍ટે.માં ગુ.ર.ન. ૦૪ર૩/૨૦૨૨ આઇપીસી કલમ ૩૭૯ મુજબનો અનડીટેક ગુન્‍હો દાખલ થયેલ હોય જે ગુન્‍હો ડીટેક કરવામાં આવેલ છે. તેમજ સી.ડીવીઝન પો.સ્‍ટે.ના ઉપરોકત ગુન્‍હાની તપાસ આર.ડી.ડામોર પો.સબ ઇન્‍સ. નાઓ કરી રહેલ છે.

પોલીસે યુવરાજ દિપકભાઇ રામજીભાઇ પંચાલ જાતે અનુ.જાતી ઉ.વ.ર૦ રહે. માણાવદર , બહારપરા, ડો.બાબા સાહેબ આંબેડકર રોડની માણાવદર પો.સ્‍ટે.ના ગુન્‍હાના કામે ચોરીમાં ગયેલ કાળા કલરનું સ્‍પ્‍લેન્‍ડર મો.સા.  કિ. રૂા. ર૦,૦૦૦ ચોરી કરવા માટે ઉપયોગમાં લીધેલ લોખંડની ફુટપટી તથા ડીસમીસ સાથે ધરપકડ કરી છે.

આ કામે પકડાયેલ આરોપી લોખંડની ફુટપટી તથા ડીસમીસથી લોક કરેલ ફોર વ્‍હીલના દરવાજા ખોલી ફોર વ્‍હીલ કારના ડેશબોર્ડ ખોલી અને ફોર વ્‍હીલ ચાલુ કરી તથા મોટર સાયકલની સાયકલની ચોરી કરે છે અને કોઇ પણ વ્‍યકિતને ચોરી કરેલ વાહન સસ્‍તી કિંમતમાં વેચી આપે છે. આ કામે પકડાયેલ આરોપી પાસેથી ભુતકાળમાં કોઇ વ્‍યકિતએ ફોર વ્‍હીલકાર અથવા મોટર સાયકલ  ખરીદી કરેલ હોય તો સી ડીવીઝન પો.સ્‍ટે.નો સંપર્ક કરવો.

 આ કામગીરીમાં જુનાગઢ સી ડીવીઝન પોલીસ સ્‍ટેશનના  પોલીસ સબ ઇન્‍સ. શ્રી જે.એમ.વાળા તથા પો.સબ ઇન્‍સ. આર.ડી.ડામોર તથા નેત્રમ શાખાના પો.સબ ઇન્‍સ. પીએચ.મશરૂ તથા પો.હેડ કોન્‍સ. આઝાદસિંહ સીસોદીયા તથા ઇન્‍દ્રજીતસિંહ ઝાલા તથા વિકાસભાઇ ડોડીયા તથા પો.કોન્‍સ. રોહીતભાઇ ધાંધલ તથા ચેતનસિંહ સોલંકી તથા દિલીપભાઇ ડાંગર તથા મનીશભાઇ હુંબલ તથા વિગેરે પોલીસ સ્‍ટાફે સાથે રહી આ કામગીરી કરેલ છે.

(2:21 pm IST)