Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

દ્વારકા જીલ્લાના ૧૦ વર્ષથી ફરાર દારૂના ગુન્‍હાના બે રાજસ્‍થાની આરોપી ઝડપાયા

ખંભાળીયા,તા. ૧૪ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અલગ અલગ ગુન્‍હાઓમાં છેલ્લા ઘણા વર્ષોથી રાજય બહારના નાસતા ફરતા આરોપીઓ પકડવાના બાકી હોય જેથી પો.સબ. ઇન્‍સ. શ્રી એસ.વી.ગળચર નાઓ દ્વારા આવા રાજ્‍ય બહારના નાસતા ફરતા આરોપીઓની ટેકનીકલ લેવલે તેમજ હ્યુમન સોર્સીંસનાં માધ્‍યમથી વર્ક આઉટ કરી સચોટ માહિતી એકત્રિત કરવા આરોપીઓની હિલચાલ રાજસ્‍થાન સાંચોર આજુબાજુના વિસ્‍તારમાં આવતી હોય જેથી તુર્ત જ એલ.સી.બી. સ્‍ટાફના એએસઆઇ ભરતભાઇ પીઠાભાઇ, અજીતભાઇ લાભુભાઇ, મસરીભાઇ ભીખાભાઇ, હેડ કોન્‍સ. લાખાભાઇ મેરામણભાઇ, હસમુખભાઇ બાલુભાઇ તથા કોન્‍સ. અરજણભાઇ રાયદેભાઇ, વિશ્વદીપસિંહ ઘનશ્‍યામસિંહ નાઓની ટીમ બનાવી રાજસ્‍થાન રાજ્‍ય ખાતે તપાસમાં જવા રવાના થઇ શોધખોળ ચાલુ કરેલ દરમ્‍યાન ટીમના એએસઆઇ ભરતભાઇ પીઠાભાઇ, મસરીભાઇ ભીખાભાઇ, હેડ કોન્‍સ. લાખાભાઇ મેરામણભાઇને મળેલ હકીકત આધારે રાજસ્‍થાન રાજ્‍યના સાંચોર ખાતેથી બાબુલાલ સન/ઓફ માનારામ તેજારામ કડવાસરા, જાતે બિશ્‍નોઇ, (ઉવ.૪૬), ધંધો કંન્‍ટ્રકશનનો રહે. મહાદેવનગર, લાછડી રોડ, સાંચોર જિ.જાલોર, પુલીસ થાના-સાંચોર મુળ ગામ આરવા તા. ચિતલવાનાને તથા રાજકિશન સન/ઓફ ભગવાનરામ કોઝરામ ગોદરા જાતે બિશ્‍નોઇ (ઉવ.૪૩) ધંધો ડ્રાઇવીંગ રહે. ગોદરાવાસ, સરનવ ગામ, તા. સાંચોર જિ.જાલોર, રાજ્‍ય રાજસ્‍થાન પુલીસ થાના સાંચોરને પકડી પાડેલ છે.

 આ કાર્યવાહી એલ.સી.બી. પો.ઇન્‍સસ. કે.કે.ગોહીલની સુચના મુજબ એલ.સી.બી. સ્‍ટાફના પો.સબ.ઇન્‍સ. બી.એમ.દેવમુરારી, એસ.વી.ગળચર તથા એસ.એસ.ચૌહાણ, તથા એ.એસ.આઇ ભરતભાઇ ચાવડા, મસરીભાઇ ભારવાડીયા, અજીતભાઇ બારોટ, વિપુલભાઇ ડાંગર, સજુભાઇ જાડેજા, અરજણભાઇ મારૂ, જયદેવસિંહ જાડેજા, કેશુરભાઇ ભાટીયા, બલભદ્રસિંહ ગોહિલ, સુનીલભાઇ કાંબલીયા તથા પોલીસ હેડ કોન્‍સ. લાખાભાઇ પીંડારીયા, ડાડુભાઇ જોગલ, કુલદિપસિંહ જાડેજા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, પોલીસ કોન્‍સ. ગોવિંદભાઇ કરમુર, મસરીભાઇ છુછર, દેવાભાઇ મોઢવાડીયા, નારણભાઇ બેલા, અરજણભાઇ આંબલીયા, સચીનભાઇ નકુમ, મેહુલભાઇ રાઠોડ, ડ્રા.એ.એસ.આઇ નરસીભાઇ સોનગરા, ધર્મેન્‍દ્રસિંહ ચુડાસમા, ડ્રા. પોલીસ હેડ કોન્‍સ. હસમુખભાઇ કટારા, ડ્રા.પો.કોન્‍સ. વિશ્વદીપસિંહ જાડેજા જોડાયા હતા.

(2:16 pm IST)