Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

ભાણવડ બાદ મુળુભાઇ બેરા અને વિક્રમભાઇ માડમ વચ્‍ચે ૨૦ વર્ષ પછી ખંભાળીયામાં જંગ

‘‘આપ'' ના ઇસુદાન ગઢવી પણ મેદાનમાં આવતા ત્રિપાખીયો જંગ જામશે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા.૧૪: દેવભૂમિ દ્વારકા જિલ્લાની મહત્‍વની ગણાતી (ખંભાળીયા) વિધાનસભા બેઠક જે અગાઉ  હાલના સાંસદ પૂનમબેન માડમે ૩૯ હજારની લીડથી જીતીને  રેર્કોડ સર્જ્‍યો તે પછી  બે વખતથી આ વિધાનસભા અનુક્રમે  કોંગ્રેસના મેરામણભાઇ ગોટીયા તથા વિક્રમભાઇ  માડમ જીતેલા હતા તે પછી  ૨૦૨૨ની આ ચૂંટણીમાં વીસ વર્ષ પછી ભાજપના મુળુભાઇ બેરા અને કોંગ્રેસના વિક્રમ માડમ વચ્‍ચે  ચૂંટણી જંગ થયો છે.
અગાઉ ભાણવડ વિધાનસભા હતી ત્‍યારે ૨૦૦૨માં વિક્રમભાઇ માડમ અને મુળુભાઇ બેરા વચ્‍ચે  ચુંટણી જંગ થયો હતો.  જેમાં વિક્રમભાઇ માડમને ૩૮૩૨૩ મતો તથા મુળુભાઇ બેરાને  ૩૬૪૬૨ મતો મળતા ૧૮૬૧ની સરસાઇથી વિક્રમભાઇ જીત્‍યા હતા. તે પછી પેટા ચૂંટણી થતા કોંગ્રેસના ઉમેદવાર વજશીભાઇ કનારા સામે ફરી મુળુભાઇ  બેરા જીત્‍યા હતા તથા ૨૦૦૬ની ચૂંટણી પણ ભાણવડથી મુળુભાઇ બેરા જીત્‍યા હતા તથા મંત્રી પણ બન્‍યા હતા. ૨૦૦૨ પછી વીસ વર્ષે ભાજપ કોંગ્રેસના આ બન્ને  ઉમેદવારો હવે ખંભાળિયા બેઠક માટે લડશે. જોકે  આ વખતે અહી આપના ઇસુદાન ગઢવી હોય  ત્રિપાંખિયો જંગ નકકી છે.ત્‍યારે વીસ  વર્ષ પછીનો જંગ કયું પરિણામ  લાવશે  તે ચર્ચાસ્‍પદ મુદ્દો બનશે.

 

(12:00 pm IST)