Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

બ્રિજેશ મેરજાના કાર્યકાળમાં ૧૪૦૦ કરોડના વિકાસ કામો : મોરબી પંથકની તસ્વીર-તકદીર બદલવામાં સિંહફાળો

માના સૂરજ અંધેરે મેં ખો ગયા હૈ, પર રાત આમી હુઇ નહી, પ્રભાત કી બેલા (વેળા) હૈ, સંગ હૈ ઉમ્મીદે, કિસને કહા મેરજા અકેલા હૈ ! : ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૧થી ૩૧ ઓકટોબર ૨૦૨૨ સુધી રાજ્યના મંત્રી તરીકે ૮૬૨૬૦ કિ.મી.નો પ્રવાસ કર્યોઃ ૪૧૫૫ પત્રો લખ્યા, ૧૩૪૭ ફાઇલોનો નિકાલ : ગાંધીનગર કાર્યાલયમાં મુલાકાતીઓનો મેળાવડો જામતોઃ તમામનો આતિથ્ય સત્કાર : નવી સરકાર ન રચાય ત્યાં સુધી બ્રિજેશ મેરજા મંત્રી પદે યથાવત

રાજકોટ,તા. ૧૪ : મોરબી મતક્ષેત્રના ભાજપના ધારાસભ્ય અને રાજ્યના પંચાયત, શ્રમરોજગાર (સ્વતંત્ર હવાલો) તથા ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી શ્રી બ્રિજેશ મેરજાએ પોતાના લોકપ્રતિનિધિ તરીકેનો કાર્યકાળમાં મોરબી, માળિયા પંથકના વિકાસ માટે અથાક પ્રયાસો કર્યા છે. ૧ સપ્ટેમ્બર ૨૦૨૧થી તેઓ મંત્રી પદે છે. તે દિવસની ૩૧ ઓકટોબર ૨૦૨૨ સુધીમાં રાજ્યમાં ૮૬૨૬૦ કિ.મી.નો પ્રવાસ કર્યો છે. ૧૩૪૭ ફાઇલોનો નિકાલ કર્યો છે. ૪૧૫૫ પત્રો લખ્યા છે. પોતાના કાર્યકાળમાં તેઓ મોરબી-માળિયા પંથક માટે રૃપિયા ૧૪૦૦ કરોડના વિકાસ કામો ખેંચી લાગ્યા છે.શ્રી બ્રિજેશ મેરજાને આ વખતે સંજોગોવસાત ચૂંટણી લડવાની તક મળી નથી પરંતુ તેમણે ભાજપમાં જ રહીને કમળ ખીલવવામાં સંપૂર્ણ સહયોગી બનવાનું જાહેર કર્યું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલએ તેમને 'હાઇટેક મંત્રી' તરીકે બિરદાવેલા. તેમની મંત્રી તરીકેની ઓફીસ સદયા ધમધમતી રહેતી. દર સોમ-મંગળવારે માનવ મેદની જામતી, પ્રશ્નોના નિકાલ સાથે મુલાકાતીઓના આતિથ્ય સત્કારની પણ તેઓ કાળજી રાખતા હતા.

શ્રી બ્રિજેશ મેરજાએ પોતાની કામગીરીના સરવૈયા માટે 'લોકશાસક નહિ લોકસેવક... પારદર્શક નેતૃત્વ' શીર્ષકથી ૧૮૦ પાનાનું રંગીન પુસ્તક તૈયાર કરાયેલ છે. પુસ્તકનું વિતરણ થાય તે પૂર્વે ગઇ તા. ૩૧ ઓકટોબરે મોરબીમાં ઝૂલતો પુલ તુટવાની દુર્ઘટના બનતા સમીકરણો ફરી ગયા હતા.

તેમણે પુસ્તકમાં સમગ્ર મત વિસ્તારમાં તેમના પ્રયાસોથી થયેલ રસ્તા, શૌચાલય, ભુગર્ભ ગટર, સ્મશાનની દવાલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, એમ્બ્યુલન્સ, પીવાના પાણીની સુવિધા, આંગણવાડી, કૃષિક્ષેત્રની યોજનાઓ, નવીન તાલુકા પંચાયત ભવન, રોજગાર બાહેંધરી યોજના વગેરે કામોનો તેમજ રાજ્યમાં પોતાના વિભાગના પ્રજાકીય મહત્વના કામોનો ઉલ્લેખ કર્યો છે.

શ્રી બ્રિજેશ મેરજાએ પુસ્તકમાં જણાવ્યું છે કે કુદરતનું પુર્વનિશ્ચિત આયોજન હોય એમ ૧૧ વર્ષની આયુમાં જ રાષ્ટ્રીય સહકારી નેતા સાથે સ્વચ્છ અને સાત્વિક પ્રતિભા ધરાવતા આદરણીય શ્રી વલ્લભભાઇ પટેલ સાથે લોકસેવાના કાર્યો કરવા અંગત સેવાઓનો આરંભ થયો. સમયાંતરે ગુજરાતની પ્રજાનું પ્રતિનિધિત્વ ધરાવતા જુદા-જુદા ૧૨ મંત્રીમંડળમાં મંત્રીશ્રીઓ સાથે અંગત સચિવ તરીકે સોંપેલ વિભાગોની કલ્યાણકારી યોજનાઓનો જરૃરીયાતમંદોને લાભ આપવાના એકમાત્ર લક્ષ્યથી કડીરૃપ બની સતત ગામે ગામ પ્રવાસ કરી નિમિત બનાવા સૌભાગ્ય સાંપડ્યું.

નવી ઉજાસ્ અને નવી ચેતના સાથે જનચેતના કાર્યમાં રાજ્યની વિકાસયાત્રાને નવી ઉંચાઇ આપવાના મંત્ર સાથે લોકકલ્યાણલક્ષી વિવિધ યોજાનાઓને વધુ લોકભોગ્ય નક્કર આયોજનો સાથે આકાર આપવાની ખેચનાથી વર્ષ -૨૦૧૭થી લોોકોના પ્રતિનિધિત્વ તરીકે ધારાસભ્યપદ પ્રાપ્ત થયું સાથે ભારત સરકારના કોટન એડવાઇઝરી બોર્ડના સભ્ય અને ગુજરાત વિધાનસભાની નિયમોના નિયમો સમિતિ, ખાતરી સમિતિ, ગ્રંથપાલ સમિતિ, માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય તરીકે સેવાઓ આપવાનો પણ શુભ અવસર પ્રાપ્ત થયો.

કોરોના મહામારીના સમયમાં પ્રાણવાયુ સમાન ઓકિસજનની મહત્તાનો પ્રત્યેકને અહેસાસ થયો, તેના અભાવમાં નાગરિકો મુશ્કેલીમાં ન મૂકાય એ માટે ઓકસીજન પ્લાન્ટ-સીલીન્ડર, આઇસીયુ ઓનવ્હીલ, એમ્બ્યુલન્સ જેવા સાધનો માટે જરૃરી રકમની ફાળવણી નિર્ધારીત કરી છે. કોઇ પણ દેશ, રાજ્ય, શહેર કે ગામ હોય તેના વિકાસના પાયામાં માળખાકીય સુવિધાનો વિકાસ પ્રમુખસ્થાને હોય, ગ્રામ્યભૂમિ પર જન્મનો ઉદ્દેશ ગ્રામ્યસેવાઓની જરૃરીયાતને પૂર્ણ કરવા સૌરાષ્ટ્રની સંતો-ગુરુઓની પવિત્ર ધરા પર સાગરના બૂંદ સમાન અસ્તિત્વને યથાર્થ પૂરવાર કરવા પરમ ચેતનાઓને મારી કાર્યક્ષમતાના અભ્યુદફ માટે પ્રાર્થના કરૃં છું. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના 'સૌનો સાથ-સૌનો વિકાસ' મંત્રને સાકાર કરવા, આવો આપણે સહુ કટિબદ્ધ બનીએ. તેમ શ્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે.

(12:07 pm IST)