Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

મીઠાપુર ખાતે પબુભા માણેકનો સન્‍માન સમારોહ

 મીઠાપુર : ઓખામંડળ તાલુકાનાં મીઠાપુર ગામે આવેલા સબરસ ભવન ખાતે સુરજકરાડી ચેમ્‍બર ઓફ કોમર્સ, મીઠાપુર ચેમ્‍બર ઓફ કોમર્સ, ન્‍યુ માર્કેટ ચેમ્‍બર ઓફ કોમર્સ, આરંભડા ચેમ્‍બર ઓફ કોમર્સનાં સંયુકત ઉપક્રમે સ્‍થાનિક લોકલાડીલા ધારાસભ્‍ય પબુભા માણેકનો  સન્‍માન સમારોહ યોજવામાં આવ્‍યો હતો. આ તકે મોટી સંખ્‍યા માં વેપારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. અલગ અલગ સંસ્‍થાઓનાં પ્રમુખો દ્વારા અને વર્ષોથી વેપાર કરતાં મોટી ઉંમરનાં વેપારોઓ દ્વારા પબુભાનું શાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવ્‍યું. પબુભા દ્વારા જાહેરાત કરવામાં આવી કે તા. ૧૪ને સોમવારે પોતાની ઉમેદવારી નોંધાવશે અને જંગી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્‍યું હતું. ત્‍યાં ઉપસ્‍થિત સૌ વેપારી ભાઈઓએ પબુભાને આ ચૂંટણીમાં જંગી લીડથી જીતવા માટે શુભેચ્‍છાઓ પાઠવી હતી.(તસ્‍વીર- અહેવાલ : દિવ્‍યેશ જટણીયા મીઠાપુર)

 

(10:50 am IST)