Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

પૂ.દયાનંદગીરીજી મહારાજનાં સાનિધ્‍યમાં શ્રીમદ્‌ ભાગવત કથાનો વિરામ

વિજયભાઇ રૂપાણી, શ્રીમતી અંજલીબેન રૂપાણી, મોહનભાઇ કુંડારીયા, પરસોતમભાઇ સાબરીયા, કાંતિલાલ અમૃતિયા, નિતીનભાઇ ભારદ્વાજ, શ્રીમતી વંદનાબેન ભારદ્વાજ સહિતનાની ઉપસ્‍થિતી : કચ્‍છના કથાકાર કશ્‍યપભાઇ જોશીનાં વ્‍યાસાસને આયોજીત કથામાં ભાવિકો રસતરબોળ

રાજકોટ : મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચરાડવામાં આવેલ શ્રી મહાકાળી આશ્રમ ખાતે શ્રી મહાકાળી માતાજીના સાનિધ્‍યમાં ગુરૂવર્ય પૂ. દયાનંદગીરીજી મહારાજના અધ્‍યક્ષ સ્‍થાને તા. ર-૧૧-રર થી તા.૧૧-રર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તથા વિષ્‍ણુયાગનું આયોજન કરવામાં આવેલ હતું. જેના વ્‍યાસાસને કચ્‍છના કથાકાર પૂ. કશ્‍યપભાઇ જોશી, બિરાજીને દરરોજ સવારે ૯ થી ૧ર અને બપોરના ૩ થી સાંજના ૬ વાગ્‍યા સુધી કથાનું રસપાન કરાવ્‍યું હતું. કથા દરમિયાન દરરોજ બપોરે ૧ર વાગ્‍યે ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.

શ્રીમદ ભાગવત સપ્તાહના વિરામના દિવસે ‘‘અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, શ્રીમતી અંજલીબેન રૂપાણી, સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્‍ય પરસોતમ સાબરીયા, રાજકોટ ભાજપ અગ્રણી શ્રી નીતિનભાઇ ભારદ્વાજ, શ્રીમતી વંદનાબેન ભારદ્વાજ ભાજપના ઉમેદવાર કાંતિભાઇ અમૃતિયા સહિત મોટી સંખ્‍યામાં આગેવાનો, કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા. અને કથા શ્રવણનો લાભ લઇને પૂ. દયાનંદગીરીજી મહારાજ તથા પૂ. અમરગીરીજી મહારાજના આર્શિવાદ  લીધા હતા. તેમજ કથા શ્રવણનો લાભ લીધો હતો.

કથા દરમિયાન ચરાડવા ખાતે શ્રીમહાકાળી આશ્રમે પૂ.ગુરૂવર્ય શ્રી દયાનંદગીરીજી મહારાજનાા અધ્‍યક્ષસ્‍થાને આયોજીત શ્રીમદ્દ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞ તથા વિષ્‍ણુયાગમાં રાત્રીના લોકડાયરાનું આયોજન કરાયું હતું

બીરજુ બારોટ, જયવંત દવે, નિલેશ ગઢવી, જીજ્ઞેશ કવિરાજ, મીરા આહીરએ લોકડાયરાની રમઝટ બોલાવી હતી.

જ્‍યારે બાબુ આહીર અને ઘનશ્‍યામ ઝુલાની સંગાથે રાસ-ગરબાની રમઝટ બોલી હતી.

શ્રીમદ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞ તથા વિષ્‍ણુયાગમાં મોટી સંખ્‍યામાં ભાવિકો જોડાયા હતા. અને કથા શ્રવણનો લાભ લીધો હતો.

કથા મહોત્‍સવના એનાઉન્‍સર તરીકે ટીવી, ગાયક, એન્‍કર સંગીત કલાગુરૂ શૈલેષભાઇ સી.રાવલ (શ્રી હંસદ્વની સંગીત એકેડમી-મોરબી)એ સેવા આપી હતી. કથા આયોજનને સફળ બનાવવા મનસુખભાઇ બચુભાઇ પટેલ (ચરાડવા) ૯૮રપ૬ ૪૧૬પ૧, વનરાજસિંહ વાઘજીભાઇ પઢીયાર (ચરાડવા) ૯૭૧ર૩ પ૧પ૧૩, પ્રવિણભાઇ મગનભાઇ બાવરવા (ગોકુળીયા) ૯૪ર૮૭ ર૦૩રપ, વાસુદેવભાઇ રૂગનાથભાઇ હડીયલ (ચરાડવા) ૯૯૦૯૩ ૦૯૮૩૧, ચિન્‍ટુભાઇ દિપકસિંહ ઝાલા (ચરાડવા) ૮૧૪૦ર ૯પ૦૩૯, રાજુભાઇ વેલજીભાઇ પિત્રોડા (ચરાડવા) ૯૧૦૬૬ ૩ર૭૧૬, અમરતભાઇ લાલજીભાઇ પટેલ (ચરાડવા) ૬૩પ૩૮ ૩પ૩પ૯, રમેશભાઇ પિતાંબરભાઇ સોનાગ્રા (ચરાડવા) ૯૯રપ૪ ૭ર૧૭૧ સહિતનાએ જહેમત ઉઠાવી હતી. 

(10:22 am IST)