Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

મોરબીમાં યોજાયેલ લોક અદાલતમાં કુલ ૨૭૦૬ કેસોનો નિકાલ કરાયો

કુલ ૮૬૩૫ કેસો મુકવામાં આવ્યા જે પૈકી ૨૭૦૬ કેસોનો નિકાલ:સેટલમેન્ટની રકમનો આંક ૧૫ કરોડને આંબી ગયો

મોરબીમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૮૬૩૫ કેસો મુકવામાં આવ્યા હતા જે પૈકી ૨૭૦૬ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે તેમજ સેટલમેન્ટની રકમનો આંક ૧૫ કરોડને આંબી ગયો હતો

મોરબીમાં યોજાયેલ લોક અદાલતમાં પ્રી લીટીગેશન કેસો, પ્રોહીબીશન કેસો, જમીનના કેસો, ચેક રીટર્ન, ફેમીલી તકરાર, વાહન અકસ્માત, બેંક સંબંધિત કેસ, મોટર અકસ્માત વળતરને લગતા કેસો અને લગ્ન વિષયક કેસો ઉપરાંત મજુર અદાલતના કેસો, જમીન સંપાદનને લગતા કેસો, વીજળી અને પાણીના બીલ સંબંધિત કુલ ૮૬૩૫ કેસો મુકવામાં આવ્યા હતા જેમાં બંને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસોનો નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય અને સમાધાનથી કેસનો નિકાલ થાય તે બંને પક્ષકારોના હિતમાં હોય તેવી સમજ આપવામાં આવી હતી
જે પ્રયત્નો સફળ થયા હતા અને લોક અદાલતમાં કુલ ૨૭૦૬ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો તેમજ સેટલમેન્ટની રકમ ૧૫,૧૨,૧૨,૮૦૯ પર પહોંચી હતી.

 

(10:49 pm IST)