Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

સોમનાથ મહાદેવને શિવજીના પ્રિય એવા રૂદ્રાક્ષનો શણગાર

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પણ દિવાળીનો અનેરો ઉત્સાહ

ગીર સોમનાથઃ સમગ્ર દેશમાં શનિવારે દિવાળીનો તહેવાર ઉત્સાહ અને ઉમંગ પૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે કરોડો લોકોની આસ્થાના પ્રતીક એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પણ દિવાળીનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોમનાથ મંદિરના પૂજારીગણ દ્વારા શનિવારે સોમનાથ મહાદેવને શિવજીના પ્રિય એવા રૂદ્રાક્ષનો શણગાર કરવામાં આવ્યો હતો
 

(11:25 pm IST)