Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં સતત વધારો યથાવતઃ નલીયા-૧૩.૮, કેશોદ-૧૬.૬ ડિગ્રી

રાજકોટમાં લઘુતમ તાપમાન ૧૭.૩: જો કે બપોરે ગરમીનો માહોલ

રાજકોટ તા. ૧૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે ઠંડીની અસરમાં વધારો થઇ રહ્યો છે. મોડી રાત્રીથી વહેલી સવાર સુધી ઠંડકની અસર બરકરાર રહે છે. સવારના સમયે ભેજનુ પ્રમાણ પણ વધારે રહે છે. અને લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરવા લાગે છે.

જો કે સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ-તેમ ગરમીની અસર વધવા લાગે છે અને બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો ઉંચે રહે છે.

આજે કચ્છના નલીયામાં ૧૩.૮ ડિગ્રી, કેશોદમાં ૧૬.૬ ડિગ્રી, રાજકોટમાં ૧૭.૩ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ

તાપમાન

અમદાવાદ

૧૮.૬

ડિગ્રી

ડીસા

૧૭.ર

ડિગ્રી

વડોદરા

૧૭.૬

ડિગ્રી

સુરત

ર૧.૪

ડિગ્રી

રાજકોટ

૧૭.૩

ડિગ્રી

કેશોદ

૧૬.૬

ડિગ્રી

ભાવનગર

૧૯.૮

ડિગ્રી

પોરબંદર

ર૦.ર

ડિગ્રી

વેરાવળ

ર૧.ર

ડિગ્રી

દ્વારકા

રર.ર

ડિગ્રી

ઓખા

ર૪.ર

ડિગ્રી

ભુજ

૧૮.૦

ડિગ્રી

નલીયા

૧૩.૮

ડિગ્રી

સુરેન્દ્રનગર

૧૮.૮

ડિગ્રી

ન્યુ કંડલા

૧૯.૧

ડિગ્રી

કંડલા એરપોર્ટ

૧૬.ર

ડિગ્રી

અમરેલી

૧૮.૮

ડિગ્રી

ગાંધીનગર

૧૭.૦

ડિગ્રી

મહુવા

૧૮.૧

ડિગ્રી

દિવ

૧પ.૮

ડિગ્રી

વલસાડ

૧૩.પ

ડિગ્રી

વલ્લભ વિદ્યાનગર

૧૯.૬

ડિગ્રી

(12:28 pm IST)