Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

અમરેલીઃ બળજબરીથી વ્યાજના બદલામાં જમીનનો દસ્તાવેજ કરાવી લેતા ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૪ :.. લીલીયામાં રહેતા હર્ષદભાઇ ભીખાભાઇ બુહાએ આશરે  દોઢેક વર્ષ પહેલ આર્થિક ભીસમા હતા ત્યારે આ કામના વિજયભાઇ વીસાભાઇ ડેર પાસેથી રૂ. ૮,૦૦,૦૦૦- પ ટકાના વ્યાજે ૧૧ મહિનાની મુદતે લીધેલ હતા તેમ છતાં આરોપીઓએ બળબજરી પૂર્વક ફરીયાદીની ખેતીની જમીનનો બાનાખત ગોરખભાઇ હાદાભાઇ ડેર રહે. ચાવંડવાળાના નામે કરાવી લીધેલ. બાદ૧૧  મહીનાની મુદત પુરી થતા આરોપીએ તેના રૂ. ૮,૦૦,૦૦૦ નુ વ્યાજનું વ્યાજ ગણી ફરીયાદી પાસે રૂ. ૧૭,૦૦,૦૦૦ ની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ફરીયાદીના દિકરાને પણ મારવાની ધમકી આપી તેમજ આ કામના ફરીયાદી પાસે પૈસાની સગવડ નહી હોવાથી આરોપીએ ફરીયાદીની ખેતીની જમીન બારોબાર વેચવા કાઢતા વૈશાલીબેન વા/ઓ બીપીનભાઇ છગનભાઇ વોરા રહે. લીલીયા મોટાવાળાને ફરીયાદીની ખેતીની સાત વીઘાને સાત ગુઠા જમીન ૧વીઘાના રૂ. ૩,૩પ,૦૦૦ લેખે કુલ રૂ. ર૪,૯૧,પ૦૦માં વેચી નાખવાનું નકકી કરતા ફરીયાદીની જમીન વેચાણનાં પૈસાની લેવડ-દેવડ વખતે સાહેદ બીપીનભાઇ એ ફરીને બાના પેટે રોકડા રૂ. પ૦,૦૦૦ તેમજ તા. ૧૮-૮-ર૦ર૦ના રોજ બેઠક વખતે રૂ. ર,૦ર,પ૦૦ તથા લીલીયા સેવા સહકારી મંડળીનો રૂ. ૪,૦૬પ૦૦ નો જમીન ઉપર બોજો હતો તે ભરી આપેલ તે સિવાય બાકી રહેતા રૂપિયમાંથી આ કામના આરોપીએ તેણે ફરી. ને આપેલ રૂ. ૮,૦૦,૦૦૦ નું વ્યાજનું વ્યાજ ગણી બીપીનભાઇ પાસેથી બારોબાર ફરીયાદીની ખેતીની જમીન વેચાણના રૂપિયામાંથી પ્રથમ વખત ૧૦ લાખ તથા બીજી વખત પ.૭પ લાખ તે રીતે કુલ રૂ. ૧પ,૭પ૦૦૦ ધાક - ધમકી આપી બળજબરી પૂર્વક પડાવી લઇ તેમજ ફરીયાદીને જાનથી મારી નાખવાની તેમજ તેના દિકરાને મારવાની ધમકી આપી ફરીયાદીની ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજ બળજબરી પૂર્વક કરાવી લઇ તેમજ આ કામના આરોપી પાસે વ્યાજ વટાવનું લાયસન્સ ન હોવા છતાં ઉંચા વ્યાજે ફરીને રૂપિયા આપી તેનું વ્યાજનું વ્યાજ મેળવી ગુન્હો કર્યા અંગે ઇ. પી. કો. કલમ ૩૮૪, ૩૮૬, ૪૬પ, પ૦૬ (ર) તથા ગુજરાત નાણા ધીરધાર અધિનીયમ ર૦૧૧ ની કલમ ૩૪, ૩૮, ૩૯,૪૦, ૪ર (ક) (ઘ) (ચ) મુજબ ફરીયાદ દાખલ કરેલ છે.

(12:25 pm IST)