Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

સ્વામીનારાયણ ગુરૂકુળ-જુનાગઢ દ્વારા રવિવારે અન્નકુટ ઉત્સવ

જુનાગઢ,તા.૧૪ : શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોલેજરોડ જૂનાગઢ ખાતે રવિવારના અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે.સત્સંગ મંડળના અંદાજીત ૭૦ જેટલા હરિભકતો  છેલ્લા ૫ દિવસથી શા.શ્રી હરિનારાયણદાસજી સ્વામી તથા વડીલ હરિભકતોના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ કરી રહ્યા છે અન્નકૂટ ઉત્સવમાં નીચે મુજબ ની અનેક અલગ અલગ વાનગીઓ મહારાજને ધરાવવામાં આવશે.

મોહનથાળ-૧૦૦ કિલો, અડદિયા-૧૦૦ કિલો, અમૃતપાક-૧૦૦ કિલો, મોતિયા લાડું-૧૦૦ કિલો, પેંડા-૧૦૦ કિલો, મગજના લાડું-૧૨૦ કિલો, સોન પાપડી-૬૦ કિલો,  નાનખટાઈ-૮૦ કિલો, ચીકી-૨૦કિલો, તલના લાડું-૮૦૦ નંગ, ખજૂરપાકના લાડું-૫૦૦ નંગ, ખાખરા-૭૦૦નંગ, ચંપાકલી ગાંઠિયા,ખાજલી,તીખા ગાંઠિયા,ભાવનગરી ગાંઠિયા,સેવ,ચવાણું, ચેવડો, ફ્રાઈમ્સ વગેરે મળી ૨૭૦ કિલો ફરસાણ, શાકભાજી - ૪૦ કિલો, ફળ-૨૦ કિલો, રવિવારના દિવસે  સવારે ૬.૦૦ વાગ્યાથી બપોરે ૧૨.૦૦ વાગ્યા  સુધી   અન્નકૂટ દર્શનનો ખાસ લાભ લેવા માટે સર્વે સંત મંડળનું આમંત્રણ છે.

(11:37 am IST)