Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

મોરબીમાં એચ.આઇ.વી દર્દીઓને મીઠાઇ વિતરણ

મોરબીઃ સ્વેતના પ્રોજેકટના ફિલ્ડ કો-ઓડીનેટર રાજેશ કે. લાલવાણી અને જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશભાઈ કતીરા, સિવીલ હોસ્પિટલના અધિક્ષક ડો. પ્રદીપ દુધરેજીયા, ડીટીઓ ડી. વી. બાવરવા ના માર્ગદર્શન હેઠળ દાતા રાદ્યવજીભાઈ ગડારા (પૂર્વ પ્રમુખ જીલ્લા ભાજપ) , આપાભાઈ કુંભારવાડીયા (ભાજપ સદસ્ય) , જગદીશભાઈ તુલસીયાણી (દરિયાલાલ ઈલેકટ્રોનિક), અને સંજયભાઈ તુલસીયાણીના સહયોગ થી એએનસી, પીએનસી અને જનરલ કલ્યાઈટ ના એચઆઇવી પ્રોઝેટીવ દર્દીઓને ૧ કિલો મિઠાઈ, અને ૧ કિલો ફરસાણ ની ૮૦ જેટલી કીટો આપવામાં આવી હતી. આ કીટો આપવામાં દિપકભાઈ મકવાણા (જીલ્લા સુપરવાઇઝર), ગણપતભાઇ વાધેલા ( પ્રોજેકટ ઓફિસર), જીજ્ઞાસાબેન (એઆરટી મેડીકલ ઓફિસર) રાજેશભાઈ જાદવ (એઆરટી કાઉન્સિલર) દિપેશભાઈ મકવાણા, સહિત એઆરટી સેન્ટર ના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. મીઠાઇ વિતરણની તસ્વીર. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ મોરબી)

(11:35 am IST)