Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાથી ૩ દર્દીના મોત સાથે વધુ ૧૬ કેસ નોંધાતા ફફડાટ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૪: સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે અને દિન-પ્રતિદિન લોકલ સંક્રમણ વધતાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે ત્યારે જિલ્લામાં કોરોનાને ધ્યાને લઈ લોકોમાં ચીંતા જોવા મળી રહી છે તેમજ બીજી બાજુ જિલ્લામાં કોરોનાથી મોતની સંખ્યા પણ દિન-પ્રતિદિન વધતાં તંત્ર સહિત લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે.

ધ્રાંગધ્રા તાલુકાની ૭૮ વર્ષીય અને ધ્રાંગધ્રા શહેરની ૭૨ વર્ષીય મહિલાનું તથા લીંબડીના ૬૫ વર્ષના પુરૂષનું મોત નિપજયું છે. માહિતી મુજબ સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં અનલોક દરમ્યાન કોરોના વાયરસના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે જેમાં જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધતાં દરરોજ બીનસત્ત્।ાવાર રીતે અંદાજે ૩૦થી વધુ કોરોના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યાં છે જો કે સરકારી ચોપડે માત્ર મર્યાદિત કેસો જ દર્શાવવામાં આવી રહ્યાં છે. ત્યારે જિલ્લામાં એક જ દિવસમાં વધુ ૧૬કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં અને જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક-૨૭૯૨ થયો હતો.

આ તમામ દર્દીઓને હોમ આઈસોલેશન અથવા શહેરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.  દર્દીની કોરોનાની ગાઈડલાઈન મુજબ શહેરના મુખ્ય સ્મશાન ખાતે અંતિમ વિધિ કરવામાં આવી હતી.

(11:31 am IST)