Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ગોંડલનાં મકાનમાં એલસીબીએ દરોડો પાડી ૪ને જુગાર રમતા દબોચ્યા

રાજકોટઃ. રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રુતિ મહેતા સાહેબનાઓની સૂચના અન્વયે એલ.સી.બી.ને લગતી કામગીરીમાં હતા તે દરમ્યાન એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ ગોંડલ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન બાતમી મળેલ કે ગોંડલ ભોજરાજપરા ગંજીવાડામા રહેતા ઘેલો ઉર્ફે લાલો હમીરભાઈ ટોળીયા પોતાના રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી તીનપત્તીનો હારજીતનો જુગાર રમાડતો હોય જેથી રાજકોટ ગ્રામ્ય એલસીબીના પો.સબ ઈન્સ. એચ.એ. જાડેજા, પો. હેડ કોન્સ. રમેશભાઈ બોદર, મહિપાલસિંહ જાડેજા, પો. કોન્સ. મનોજભાઈ બાયલ, જયેન્દ્રસિંહ વાઘેલા, અજીતભાઈ ગંભીર તથા રૂપકબહાદુર બોહરા સહિતે રેડ કરતા ઈન્દુબેન જયંતીભાઈ માલકીયા (રહે. ગોંડલ), દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (રહે. માણેકવાડા, તાલુકો ગોંડલ હાલ રહે. ગોંડલ આશાપુરા ચોકડી પાસે), હરેશ બાબુભાઈ ખડસલીયા (રહે. વોરા કોટડા રોડ રામ મંદિર પાસે ગોંડલ અને ઘનશ્યામસિંહ નાનભા ચુડાસમા (રહે. ગોંડલ કોલેજ ચોક)ને જુગાર રમતા પકડી લીધા હતા અને રોકડ રૂ. ૪૦,૭૦૦ તથા ૩ મોબાઈલ કિં. રૂ. ૫૦૦૦ મળી કુલ રૂ. ૪૫૭૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે ઘેલાભાઈ હમીરભાઈ ટોળીયા (રહે. ગોંડલ)ની શોધખોળ આદરી છે.

(2:39 pm IST)