Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

જેતપુરમાં પૂ. જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણી શોભાયાત્રા, મહાપ્રસાદ, અન્નકુટ, પદયાત્રીકો માટે નાસ્તા, ભોજન, ઠંડા પીણાની વ્યવસ્થા

 જેતપુર તા.૧૪: સૌરાષ્ટ્રના સંત શીરોમણી પૂ. જલારામ બાપાની ૨૧૯મી જન્મ જયંતિ ઉજવવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે. શહેરમાં પણ રઘુવંશી સમાજ અને જલારામ મિત્ર મંડળ દ્વારા શોભાયાત્રા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. વીરપુર -જેતપુરથી નજીક હોય જેતપુર પણ જલારામ બાપાની ભકિતના રંગે રંગાય જાય છે. અહિં જૂનાગઢ રોડ પર આવેલ જલારામ મંદિરમાં પણ ભકિત સભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

જલારામ બાપાની ૨૧૯ મી જન્મ જયંતિ નિમિત્તે આજરોજ સવારથી જ લોકોમાં ભારે ઉત્સાહ છવાયો છે. લોકોએ પોતાના આંગણામાં રંગોળી પુરી દિવાળી જેવી ખુશી વ્યકત કરી છે. ગત સાંજે જૂનાગઢ થી વીરપુર જતા ૫૦૦ જેટલા પદયાત્રીકોએ જૂનાગઢ રોડ પર આવેલ જલારામ મંદિરે બપોરે વિરામ કરી બાપાનો પ્રસાદ લીધેલ તેમજ રાત્રીના અહિંથી પસાર થતા ભકતો માટે ચાની વ્યવસ્થા કરવામાં આવેલ તેમજધારેશ્વર વિસ્તારમાં હાઇવે ઉપરથી વિરપુર જતા પદયાત્રીઓમાં આખી રાત શહેરના જુદાજુદા લોકો દ્વારા નારીયેર પાણી, જયુસ, નાસ્તો જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ. ૧૦ થી પણ વધુ સ્થળે બનાવાવમાં આવેલ જેમાં નાસ્તો, ઠંડાપીણા ઉપરાંત ચાલીને આવતા લોકોના પગ દુઃખતા હોય તો તેના માટે મેડીકલનો સ્ટોલ પણ રાખવામાં આવેલ જેમાં લોકોને સ્પ્રે કરી ઉપરાંત સામાન્ય દવાઓ પણ આપવામાં આવી હતી.

આજ સવારે જલારામ મંદિર ખાતે જલારામ બાપાના ભકત અને મંદિરના ટ્રસ્ટ વિજયભાઇ જીવરાજાનીના માર્ગદર્શન હેઠળ પૂ. બાપાને સોડસો પચાર વિધીથી પુજન કરવામાં આવેલ. અખંડ રામધૂન અને બપોરે ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવશે. સવારથી જ ભાવિકભકતો બહોળી સંખ્યામાં પૂ. બાપાના દર્શન કરવા ઉમટી પડેલ. જલારામ મિત્ર મંડળ (ગોખાવાડી) દ્વારા બપોરે ૪ કલાકેથી જલારામ બાપાની શોભાયાત્રા કાઢી શહેરના મુખ્ય માર્ગો સ્ટેન્ડ  એક લીટી બની ચોક સરધાર ચોકથી જલારામ મંદિર પહોંચશે ડી.જે. અને ગુલાલની છોડો સાથે ''જય જલારામ'૩ના નાદ ગુંજી ઉઠેલ સાંજે મંદિરે આરતી બાદ તમામ લોકો માટે સમુહ પ્રસાદનું આયોજન કરાયું છે.

(1:47 pm IST)