Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

જામનગરના પીપરટોડામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના મનદુઃખમાં હત્યાનો પ્રયાસ

 જામનગર : લાલપુર તાલુકાના પીપરટોડા ગામે રહેતા ઘનશ્યામ જીવરાજભાઈ ચોવટીયાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉભેલ હોય ત્યારે તેમને ચુંટણી બાબતે આરોપી પ્રકાશ વસરામભાઈ ચોવટીયા સાથે બોલાચાલી થયેલ હોય જેનું મનદુઃખ રાખી આરોપીએ તા. ૧૩ ના રોજ સમાણા રોડ ઉપર ફરીયાદીનું ખુન કરી નાખવાના ઈરાદે આરોપીએ ગેરકાયદે અવરોધ કરી હાથમાં રહેલ પથ્થરથી ફરીયાદીને પછાડી દઈ ફરીયાદીના કપાળના ભાગે પથ્થર મારી ગંભીર ઈજા કરી ખુનની કોશિષ કરી ગુન્હો કરેલ છે.

માનસિક બિમારીથી કંટાળી જઇ વૃધ્ધ આયખું ટુકવ્યું

અહીં ખોડીયાર કોલોની સોઢા સ્કુલ પાસે રહેતા મુકેશભાઈ ભાલજીભાઈ ચાડેગરા એ સીટી સી-પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧રના ભાણજીભાઈ છગનભાઈ ચાડેગરા, ઉ.વ.૭૮ રે. જયભગવાન સોસાયટી, સોઢા સ્કુલ પાસે, ખોડીયાર કોલોની, જામનગરવાળાને ચાર–પાંચ વર્ષથી માનસીક બિમારી હોય અને તેની પત્ની ને પેરાલીસીસ હોય જેથી ખાટલામાં હોય જેથી પોતાના ઘરના બાથરૂમમાં પડેલ એસીડની બોટલમાંથી એસીડ પી જતા મરણ થયેલ છે.

જુની અદાવતનો ખાર રાખી માર માર્યાની રાવ

અહીં સીટી-સી પોલીસ સ્ટેશનમાં અબુભાઈ સલીમભાઈ કુરેશી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧રના ફરીયાદી અબુભાઈને આરોપી મુન્નો ગઢવી, બાલો ગઢવી, એક રબારી, લાખો ગઢવી રે. જામનગરવાળા સાથે અગાઉ બોલાચાલી કરી ઝઘડો થયેલ હોય જેનું સમાધાન થયેલ હોય તેમ છતા ખાર રાખી મુન્નો ગઢવી, બાલો ગઢવી, એક રબારી, લાખો ગઢવીએ આઈ–ર૦ કારમાં આવી મુઠ, તલવાર તથા લોખંડના પાઈપ વડે મારમારી બંન્ને પગના ભાગે તથા બંન્ને હાથના ભાગે ફેકચર જેવી ઈજા કરી તેમજ પાછળથી લાખો ગઢવી એ બુલેટ પર આવી લોખંડના પાઈપ વડે માર મારી મુંઢ ઈજા કરી તેમજ આ કામના આરોપી મુન્નો ગઢવી એ મુઠ વડે માથાના ભાગે ઈજા કરી એક બીજાને મદદગારી કરી જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.એમ. સાહેબના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

દરેડમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

અહીં પંચ બી-પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. હરીહરભાઈ ભીખાભાઈ પાંડવ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૩–૧૧–ર૦૧૮ના દરેડ ૭ર ખોલીની પાછળના ભાગે પાણીના ટાંકા પાસે જાહેર ખુલ્લા પ્લોટમાં આ કામના આરોપી આસીફ હુશેન યહાકત હુશેનખાન, અખલાક હુશેન ઈસ્તીયાક હુશેન, કામીલ હીદનખા ખાન, સોહેબરજા મરગુમ હુશેન બંજારા, મોહમદ સજાર મોહમદ ઉમર બંજારા, મોહમદ મોનીસ મોહમદ હુશેન બંજારા, રે. દરેડ, તા.જિ.જામનગરવાળા તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ. ૬૪૯૦ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

ખોડીયાર કોલોનીમાંથી મોટરસાઇકલ ચોરાયું

અહીં સીટી-સી પોલીસ સ્ટેશનમાં સુરેશભાઈ ગોવિંદભાઈ કારાભાઈ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૧ના ખોડીયાર કોલોની બ્રાહ્મણ બોડીંગ ની સામે મેર સમાજની વાડી પાસે પાર્કિંગમાં રાખેલ પોતાનું સીલ્વર કલરનું સ્પેલેન્ડર હોન્ડા જેના રજી.નં. જી.જે.૧૦–બી.એમ.–ર૮૮પ મોડલ વર્ષ ર૦૧૩ આ કામના આરોપી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

(1:43 pm IST)