Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

વાડિનાર-દ્વારકા ટોલનાકા માટે જમીન સંપાદનની ૯૦ ખેડૂતોને નોટીસો

 ખંભાળિયા, તા.૧૪: અત્રેના જામનગર રોડ પર વાડિનાર પાસેના ઝાખર પાટીયાથી દ્વારકા સુધી કેન્દ્ર સરકાર દ્વારા ફોરટ્રેક રોડ થવાનો હોય આ રોડમાંની જમીન સંપાદન કરવા માટેની નોટીસો થયા નથી. તા.૨૦/૧૧ ના રોજ ટોલનાકુ જે બદિયાણી હોસ્પિટલ પાસે આવે છે ત્યાં ટોલનાકુ વિશાળ કરવાનુ હોય આ માટે ૯૦ જેટલા આસામીઓને સુનાવણી માટે બોલાવાયા છે.

વાડીનાર રાજકોટ હાલ ફોરટ્રેક ગુજરાત સરકારનો છે જેમાં ફોરવ્હીલને મુકિત છે જયારે આ રોડ કેન્દ્ર સરકારનો હોય આકરા ટોલદર સાથે ખંભાળિયા ભાટીયા  દ્વારકા એમ ત્રણેક સ્થળે ટોલનાકા નાખવાના છે જેમાં બદિયાણી હોસ્પિટલ પાળે મોટું પ્રથમ ટોલનાકુ થવાનું હોય ૯૦ જેટલા આસામીઓને નોટીસો અપાઇ છે.

જો કે દાંતાની ગોળાઇ પાસે ખટાળાવાળી જગ્યા વધુ છે ત્યારે આ જગ્યાએ ટોલનાકુ બનાવાય તો ખેડૂતોની જમીનો, હોસ્પિટલની જમીન કપાતી અટકે તેવું હોય આ અંગે ન્યાયીક રસ્તો કાઢવા માંગ કરાઇ છે.

નવા પરામાં નવો રોડ બનતા રાહત

ખંભાળિયા પાલિકા વિસ્તારમાં રોડ રસ્તાના કરોડોના કામો શરૂ થયા હતા જેમાં નવાપરા પાસે શારદા સીનેમાંથી જોધપુર ગેઇટનો રોડ કાંકરાવાળો ઉડતો હતો અને કામ દિવસોથી બંધ હતું જેથી પરેશાની થતી હતી. દીવાળીના તહેવારોમાં આ અંગે ખંભાળિયા પાલિકા ચીફ ઓફિસર એ.કે. ગઢવી તથા પાલિકા પ્રમુખ શ્રીમતિ શ્વેતાબેન શુકલની રજુઆતથી કોન્ટ્રાકટર દ્વારા તહેવારમાં આ નવો રોડ બનાવી આપતા લોકોને રાહત થઇ છે.

સાથોસાથ જલારામ મંદિર પાસેનો ચોકનો રસ્તો પણ રોડવાળો નવો થઇ ગયો હતો.

નવા કામો હાથ ધરાશે

ખંભાળિયા પાલિકા વિસ્તારમાં હવે પછી નગરગેઇટથી વિજય સીનેમા, મિલન ચાર રસ્તા રોડ, બસ સ્ટેશન રોડ, જલારામ મંદિરથી જોધપુર ગેઇટ, હનુમાન મંદિર રોડ જેવા રોડના કામો થશે. આ તમામ રસ્તા ડામરરોડથી કરવામાં આવશે જે ત્રણ વર્ષની ગેરંટીવાળા રહેશે.

(1:43 pm IST)