Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ભાવનગર : સગીરા ને ભગાડી જવામાં મદદગારી કરનાર યુવાનની હત્યાના કેસમાં બે આરોપીઓને આજીવન કેદ

ભાવનગર તા ૧૪ : બે વર્ષ પૂર્વે ભાવનગર શહેરના કુંભારવાડા, વણકર સોસાયટી ચોક વિસ્તારમાં એક યુવાને સગીરાને ભગાડી ગયાની અને આ કામમાં અન્ય યુવાને મદદગારી કરી હોવાની શંકા રાખી બે શખ્સોએ યુવાન ઉપર છરી ના ઘા ઝીંકી દઇ હત્યા કરી નાખી હતી. આ અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડીશ્નલ સેસન્સ જજ એમ. જે. પરાસરાની અદાલતમાં ચાઅલી જતા અદાલતે સરકારી વકીલ બી.જે. ખાંભલીયાની દલીલો, આધાર પુરાવા સાક્ષીઓ વિગેર ધ્યાને લઇ અદાલતે બન્ને આરોપીઓ સામેનો હત્યાનો ગુજો સાબીત માની, તકસીરવાન ઠરાવી બન્ને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ આ કામના ફરીયાદી મનોજભાઇ અરવિંદભાઇ ગોહેલનાભાઇ મરણજનાર પરેશ ઉર્ફે ગુંગો અરવિંદભાઇ ગોહેલનો મીત્ર પ્રવિણ ઉર્ફે દાઉદ હિરાભાઇ રાઠોડ સાહેદની સગીરવયની દિકરીને ભગાડીને લઇ ગયેલ હોય જેને આ કામમાં મરણ જનાર પરેશ ગોહેલે મદદ કરેલ હોવાની આરોપીઓ અમીત  ઉર્ફે અક્ષ્ય દલપતભાઇ મકવાણા (ઉ.વ. ૨૩, રહે પ્લોટ નં.૫ વણકર સોસાયટી, કુંૅભારવાડા) તથા ધીરૂ મનસુખભાઇ મકવાણા (ઉ.વ.૨૦, રહે. પ્લોટ નં.૬, વણકર સોસાયટી, કુંભારવાડા) જાઓને સગીરાને ભગાડવામાં પરેશ ગોહેલે મદદ કરેલ હોવાની શંકાના આધારે ગત તા. ૯/૧૦/૨૦૧૬ નાં રોજ રાત્રીના ૧૧.૩૦ કલાકે પરેશ તથાસાહેદ નવરાત્રીના દાંડીયારાસ જોદઇને ઘર તરફ આવતા હતા તે વેળાએ કુંભારવાડાની વણકર સોસાયટીના ચોકમાં ઉકત રન્ને આરોપીએ મરણજનાર તથા સાહેદને ઉભા રાખી, બોલાચાલી કરી, ઝઘડો કરી, આરોપીઓએ મરણજનાર પરેશ ગોહેલ ઉપર છરીના ઘા મારી ગંભીર જીવલેણ ઇજાઓ કરી મોત નિપજાવેલ હતું.

આ બનાવ અંગે મરણજનારના ભાઇ મનોજ અરવિંદભાઇ ગોહેલે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ઉકત બન્ને આરોપીઓ અમીત દલપત મકવાણા અને ધીરૂ મનસુખ મકવાણા સામે ઇ.પી.કો. કલમ ૩૦૨,૧૧૪, તથજા જીપીએકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો  નોંધ્યો હતો.

આ અંગેનો કેસ ભાવનગરના એડીશ્નલ સેશન્સ જજ એમ.જે. પરાસરની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ બી.જેે. ખાંભલીયાની દલીલો, મોૈખીક પુરાવા ૧૮, દસ્તાવેજી પુરાવા ૩૫ વિગેરે બાબતો ધ્યાને લઇ આરોપીઓ હમીલ દલપત મકવાણા અને ધીરૂ મનસુખ મકવાણા સામે ઇ.પી.કો. કલમ ૩૦૨ મુજબનો ગુનો સાબીત માની આ ગુનામાં બન્ને આરોપીઓને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રોકડા રૂા ૧૦ હજાર દંડ, જો આરોપી દંડની રકમ જ ભરે તો વધુ૬ માસની સજા, જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુના સબબ બન્ને આરોપીઓને તકસીરવાન ઠરાવી ર વર્ષની કેદની સજા અને રોકડા રૂા ૧ હજારનો દંડ અને જો આરોપી દંડ ન ભરે તો વધુ બે માસની કેદની સજા તથા દંડની રકમ વસુલ આવે તે પૈકીની રૂા ૨૦ હજાર ગુજરનારના ભાઇ અનોજભાઇને વળતર પેટે ચુકવી આપવા અદાલતે હુકમ કર્યો હતો.

(12:28 pm IST)