Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

માળિયા કેનાલમાંથી પાણીચોરી અટકાવી છેવાડાના ગામોને સિંચાઇનું પાણી આપવા માંગ

મોરબી, તા.૧૪:  મોરબી જીલ્લા પંચાયતના સદસ્યએ માળિયા બ્રાંચ કેનાલ નર્મદા નિગમના કાર્યપાલક ઈજનેરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે માળીયા બ્રાન્ચ કેનાલ ઉપર અસામાજિક તત્વોએ જયાં જયાં હોકળા આવેલા છે ત્યાં કેનાલ તોડી મોટા ભુગળા તેમજ બકનળા ફીટ કરી દીધાં હોવાથી લાખો લીટર ખોટું પાણી વહી જશે જેથી માળીયા તાલુકાના છેવાડાના ગામોમાં પાણી પહોંચાડવું મુશ્કેલ છે આથી કેનાલ પણ અમુક જગ્યાએ તુટી જાય એવી પરીસ્થિતિ છે જેથી ખેડૂતોને શિયાળુ પાકમાં પાણીનો વિક્ષેપ ન પડે તે માટે આ બાબતે તાત્કાલિક યોગ્ય કરવાની માંગ કરી છે તેમજ કેનાલ ઉપરનાં દરેક ખેડૂત ભાઈઓને મશીન થી પાણી મળી રહે અને ખોટું પાણી વેડફાઇ પણ નહીં આ બાબતે હોકળામાં વેડફાઈ જતું પાણી તેમજ ભુગળા નાખી તથા હોકળામાં નાખેલ બકનળી તાત્કાલિક બંધ કરવા વિનંતી કરવામાં આવી છે તેમજ ખેડુતોને નુકસાની ન જાય અને કેનાલ ઉપર ફકત મશીન થી પાણી ઉપાડવા આપવું બાકીની બીન કાયદેસર અસામાજિક તત્વોની ગતિ વીધી બંધ કરાવી કેનાલ ઉપર દરેક ખેડૂત મીત્રો ને મશીન થી પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે.

(12:25 pm IST)