Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ગોંડલ પાલિકા તંત્ર દ્વારા પ્રજાજનોને નૂતન વર્ષની ભેટ : રૂપિયા ૩૬ લાખના રોડ-રસ્તાના ખાતમુહૂર્ત તેમજ ૩૦ લાખના ખર્ચેે બનાવેલા રોડ-રસ્તા નું લોકાર્પણ કરાશે

ગોંડલ તા ૧૪ : નગરપાલિકા તંત્ર શહેરમાં સિમેન્ટ રોડ તેમજ ભૂગર્ભ ના કામો કરવામાં સોૈરાષ્ટ્રની નગરપાલિકાઓમાં અગ્રીમ સ્થાન ધરાવી રહ્યું છે,ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં લાખો રૂપિયાના ખર્ચે નવા રોડ રસ્તાના  ખાત મુર્હત તેમજ લોકાર્પણ કરનાર હોય શહેરીજનોમાં હર્ષની લાગણી ફેલાવા પામી છે.

ગોંડલ નગરપાલિકાના કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા જણાવાયું હતું કે શહેરના ગોકુળીયાપરા ઉમવાળા રોડ, મહાકાળીનગર મેઇન રોડ શેરી નંબર ૪, ચેતન હનુમાનજી મંદિર તેમજ સર્વેશ્વર મંદિર સુધી રૂપિયા ૩૬ લાખના ખર્ચે  સી.સી.રોડ બનાવવાનું ખાતમૂહર્ત કરવામાં આવનાર છે, તે ઉપરાંત આશાપુરા સોસાયટીમાં આંગણવાડી પાસે પૂરા થયેલ સિમેન્ટ રોડ, આવાસ યોજના પાસેના  સિમેન્ટ રોડ, આર્યસમાજની બાજુના સિમેન્ટ રોડ, સહિતની શેરીઓમા રોડના કામો પુરા થયેલ હોય લોકાર્પણ આયોજન કરવામાં આવેલ છે, જેમાં ધારાસભ્ય ગીતાબા જાડેજા, પાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા, ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્ય, કારોબારી ચેેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા બાંધકામ શાખાના ચંદુભાઇ ડાભી, સહિતના પાલિકાના સદ્સ્ય હાજર રહેનાર છે. એ ઉપરાંત શહેરના ભગવતપરા ખાતે આવેલ નિલકંઠ પાર્ક રવિ રેસીડન્સી મા પાણીની પાઇપલાઇનનું પણ ખાતમુર્હત કરવામાં આવનાર છે તેવું પાલિકા તંત્રની યાદીમાં જણાવાયું હતું.

(12:20 pm IST)