Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

મારૂ-તારૂનો ભેદ જગાડનારી સ્‍વાર્થ બુધ્‍ધિ ચંડ-મુંડ છેઃ પૂ. કનૈયાલાલ ભટ્ટ

ચરાડવા-(હળવદ)માં શ્રી મહાકાલી આશ્રમે પૂ. દયાનંદગીરીબાપુના સાનિધ્‍યમાં આયોજીત ધર્મોત્‍સવમાં ઉમટતા ભાવિકોઃ હુડકોના વડા અને રાજયના પૂર્વ સેક્રેટરી એસ.કે. નંદા, સુપ્રસિધ્‍ધ કથાકાર પૂ. અશોકભાઇ ભટ્ટ પરિવારે કથા શ્રવણનો લાભ લીધો

તસ્‍વીરમાં હુડકોના વડા અને રાજયના પૂર્વ ચીફ સેક્રેટરી તથા પૂ. દયાનંદગીરીબાપુના અનન્‍ય સેવક શ્રી એસ. કે. નંદા, પૂજય અમરગીરીબાપુ અને અન્‍ય તસ્‍વીરોમાં ભાવપૂર્ણ કથાશ્રવણ કરાવી રહેલા પ્રખર વકતા પૂજય કનૈયાલાલ ભટ્ટ (રાજકોટવાળા) ત્‍થા તેમના વડીલ બંધુ અને સુપ્રસિધ્‍ધ ભાગવત કથાકાર પૂજય અશોકભાઇ ભટ્ટ અને ભટ્ટ પરિવાર નજરે પડે છે. પૂજય બાપુએ ભટ્ટ પરિવારનું અને શ્રી નંદાનું આશિર્વાદ આપી શાલ ઓઢાડી સન્‍માન કર્યુ હતું.

રાજકોટ તા.૧૪: મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાવડા ગામ નજીક દેવળીયા રોડ ઉપર આવેલ શ્રી મહાકાળી આશ્રમ ખાતે માં ભગવતી જગત જનનતી, અખિલ બ્રહ્માંડ શબ્‍દાત્‍મક કરુણાકારીણી, ભકત ભયહરિની, ભગવતી શ્રી મહાકાળી માતાજી તથા શ્રી અંબાજી માતાજીના કરૂણામય કૃપાથી તેમજ ૧૨૫ વર્ષની દીર્ધ આયુ ધરાવતા વચનસિદ્ધ સંત શ્રી પૂ. દયાનંદગીરી બાપુ તથા પરમ શિષ્‍ય પૂ. અમરગીરીજી મહારાજ તથા ભકતજનોના સાથ સહકારથી આયોજીત ધર્મોત્‍સવનો આજે છઠ્ઠો દિવસ છે.

ચરાડવા ખાતે ગુજરાતનો પ્રથમ વખત દશ મહાવિદ્યાનો હવન, શ્રીમદ્દ દેૈવી ભાગવત સપ્તાહ સહિતના કાર્યક્રમો યોજાયા છે. જેમાં દરરોજ મોટી સંખ્‍યામાં દેશ-વિદેશથી ભાવિકો ઉમટી રહયા છે.

રાજકોટના સુપ્રસિદ્ધ કથાકાર શાષાી કનૈયાલાલ ભટ્ટ કથાનું દરરોજ રસપાન કરાવી રહયા છે.

પૂ.દયાનંદગીરીબાપુ તથા શિષ્‍ય અમરગીરીબાપુના માર્ગદર્શન હેઠળ ભાવિકો દ્વારા વ્‍યવસ્‍થા સંભાળવામાં આવી છે. અને ભાવિકો દ્વારા સેવાકાર્યો થઇ રહયા છે.

ચરાડવા મહાકાલી માતાજી મંદિરે જવા માટે મોરબીથી હળવદનાં રસ્‍તે, મોરબીથી રપ કિ.મી. દૂર ચરાડવા ગામથી ડાબી બાજુ દેવળીયાના રસ્‍તે ૩ કિ.મી.ના અંતરે આ ભવ્‍યાતિભવ્‍ય મંદિર આવ્‍યું છે. જેમાં ૧૨૫ વર્ષના પૂ. દયાનંદગીરીબાપુ બિરાજે છે. તેમના પરમ શિષ્‍ય પૂ. અમરગીરી બાપુ મંદિર આશ્રમનું સંચાલન કરી રહયા છે.

ગઇકાલે હુડકોના વડા અને રાજયનાં પૂર્વ ચિફ સેક્રેટરી તથા પૂજય દયાનંદગીરી બાપુનાં અનન્‍ય સેવક એસ.કે. નંદાએ શ્રી મહાકાલી આશ્રમના પૂ. દયાનંદ બાપુનાં દર્શન કરીને આર્શિવાદ લીધા હતા અને પૂ. કનૈયાલાલ ભટ્ટના વ્‍યાસાસને આયોજીત શ્રીમદ્દ દૈવી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું રસપાન કર્યું હતું.

કાલે કથામાં ૧૦ હજારથી વધુ ભાવિકોએ કથા, ભજન, ભોજનનો લ્‍હાવો લીધો. મુંબઈ, રાજસ્‍થાન અને બિહારથી પૂ. પરમહંશ દયાનંદગીરીજી બાપુના દર્શને ભાવિકો ઉમટયા હતા.

સાંજના સત્રમાં વિશ્વ વિખ્‍યાત કથાકાર શાસ્‍ત્રીય સંગીતજ્ઞ પ્રવકતા પૂ. શ્રી અશોકભાઈ ભટ્ટ પધાર્યા હતા. તેમના પ્રવચન - આશિર્વચનનો લાભ આપ્‍યો હતો. ત્‍યાર બાદ પૂ. બાપુની ખાસ ઈચ્‍છાથી ચરાડવાની દિકરીએ મહાકાલી નૃત્‍ય કર્યુ હતું. અત્‍યંત પ્રભાવશાળી નૃત્‍ય દ્વારા સભાને સંમોહીત કરી હતી. દશ મહામાયાના યજ્ઞમાં પણ યજમાનો અનુષ્‍ઠાનપૂર્વક લાભ લઈ રહ્યા છે.

ભગવતી ભાગવતના વ્‍યાસાસને બિરાજીત અતિમનસ વિદ્વાન - વિચાર શ્રેષ્‍ઠી પૂ. શ્રી કનૈયાલાલ ભટ્ટ શાસ્‍ત્રીજીએ દૈવી ભાગવતના દિવ્‍ય કથા રહસ્‍યોને સામાજીક ભાષામાં સમજાવ્‍યા હતા. રૂચીકર શૈલીથી શ્રોતાઓને ભાવવિભોર કર્યા હતા.

મહીષાસુર એ આપણુ માનવ મન છે. દેવી ભાગવતનો મહિષાસુર ચાર સ્‍વરૂપ ધારણ કરી શકતો હતો તો આપણું મન તો અનેક રૂપ ધારણ કરી સતત બદલતુ રહે છે. મહિષાસુર વધ એટલે મનોવિગ્રહ છે.

મહિષાસુર ભેંસનો પુત્ર છે અને ભેંસ જડતાનુ પ્રતિક છે. જેના  જીવનમાં જડતા તેને ભગવતી ક્‍યાંય નથી જળતા. જડતાને સંકુચીતતા એ ભકિત માર્ગની વિકૃતિ છે, અંધશ્રધ્‍ધાની જનની છે.

શાષાી પૂ. કનૈયાલાલ ભટ્ટે કહ્યું કે, શંભ અને નિશંભનો અર્થ કોઇનું શુભ જોઇને નારાજ થાય તે નિશુંભ છે. તમારા સુખની ઇર્ષા કરનારો જ તમારો નિશુંભ છે. શુભકાંક્ષીના બની શકીએ ચાલશે કોઇની પ્રગતિમાં બાધક નિશુંભ ના બનીએ તે દૈવી ભાગવતની શીખ છે. ભગવતી મહાકાલીએ ચંડને મુંડને માર્યા ત્‍યારથી મહાકાલીનું એકનામ ‘ચામુંડા' પડયું છે. ચામુંડા અને મહાકાલી એકજ સ્‍વરૂપ છે. ચંડને મુંડ તે રાગ દ્વૈષ છે. મારૂ અને તારૂંનો ભેદ જગાડનારી સ્‍વાર્થ બુદ્ધિ ચંડ મુંડ છે.

કથાકાર શાષાી પૂ. કનૈયાલાલ ભટ્ટે કહ્યું કે, મહાકાલી એ ‘રકતબીજ'ને માર્યો તો રકતબીજ એટલે આપણી ઇચ્‍છાઓ-એષણાઓ છે એક પૂરી થાય ને બીજી અનેક ઇચ્‍છાઓનો જન્‍મ થાય છે. લાભથી લોભ વધે આખરે મહાકાલીએ રકતબીજ ના રકતને ખપ્‍પરમાં ધાર્યું અને ખપ્‍પરએ વૈરાગ છે. વૈરાગ્‍યના ખપ્‍પરથી ઇચ્‍છાઓ કાબુમાં આવશે. ઇચ્‍છાઓ જે બદલી જશે તો રકતબીજમાંથી ભકતબીજ થશે.

શકિત વિના વ્‍યકિતની અભિવ્‍યકિત અધુરી રહે છે. શકિતથી જ વ્‍યકિત યાતો પુરષ્‍કૃત બને યા તો તિરસ્‍કૃત બને છે. નમન કે બિંદા તમારી શકિત પર આધારીત છે તેમ અંતમાં શાષાી પૂ. કનૈયાલાલ ભટ્ટે જણાવ્‍યું હતું.

(12:20 pm IST)