Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

કચ્છમાં NAની પ્રક્રીયા ઓન લાઇન

ભૂજ, તા.૧૪: રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જમીનની NA કરવાની કામગીરી ઓન લાઇન શરૂ કરવાના પ્રારંભ સાથે જ હવે કચ્છમા પણ તેની શરૂઆત થઈ ગઈ છે. કલેકટર રેમ્યા મોહને આ અંગે જાહેરાત કરતી અખબારી યાદી બહાર પાડી છે. મંગળવાર તારીખ ૧૩/૧૧/૧૮ની કલેકટર દ્વારા બહાર પડાયેલ યાદીનો અમલ પણ શરૂ થઈ ગયો છે.

કલેકટર રેમ્યા મોહનની યાદી અનુસાર અત્યારે કચ્છના શહેરી વિસ્તારોની જમીનની NA પ્રક્રિયા ઓનલાઈન થશે. સરકારશ્રીના મહેસુલ વિભાગ ગાંધીનગરના ઠરાવ ક્રમાંક બખપ/૧૦૨૦૧૮/૪૨૫/ક, તા/૧૬/૧૦/૨૦૧૮ મુજબ જમીન મહેસુલ કાયદાની કલમ ૬૫ હેઠળ ઓનલાઈન પરવાનગી મેળવવી પડશે. અરજી સીધી જ ઓનલાઈન ગાંધીનગર મહેસુલ કચેરીની વેબસાઈટ ઉપર કરવાની રહેશે. અરજદારોએ વેબસાઈટ www.onlinerevenue.gujrat.gov.in  દ્વારા NA માટેની અરજી પ્રક્રીયાની કામગીરી થશે. કલેકટર રેમ્યા મોહને વધુમાં જણાવ્યું છે કે, ઓન લાઇન NA પ્રક્રીયાના માર્ગદર્શન માટે કલેકટર કચેરીના જનસેવા કેન્દ્ર મા ખાસ 'હેલ્પડેસ્ક' પણ શરૂ કરાઇ છે. જયાં અરજદારો માર્ગદર્શન મેળવી શકશે.

(12:06 pm IST)