Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં પૂ.જલારામબાપાના ગુંજ્‍યા નાદ

ગામે-ગામ શોભાયાત્રા, મહાપ્રસાદ, મહાઆરતી, ધુન, ભજન, કિર્તન સાથે પૂ.જલારામબાપાની જન્‍મજયંતિની ઉજવણીᅠ

રાજકોટ તા.૧૪ : પૂ.જલારામબાપાની આજે જન્‍મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે અને ગામે - ગામ પૂ.જલારામબાપાના નાદ ગુંજી ઉઠયા છે અને અનેક સ્‍થળોએ શોભાયાત્રા, મહાપ્રસાદ, બટુકભોજન, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા છે.

ઉપલેટા

ઉપલેટા : અહિંના પોરબંદર રોડ ઉપર આવેલ પૂ.ભકિતદીદી દ્વારા સ્‍થાપિત જય જલારામ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૧૫ ગુરૂવારે જલારામ જયંતિ નિમિતે મહાઆરતી મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે તો દરેક ધર્મપ્રેમી ભાઇ બહેનોએ મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યુ નિમંત્રણ પાઠવેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રવિણભાઇ વ્‍યાસના માર્ગદર્શન નીચે નથવાણી સાહેબ, સંજયભાઇ ઉનડકટ, કારાભાઇ સહિતના સેવકો જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:38 am IST)