Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

વેરાવળ તાલુકાના કાજલી ગામે કારડિયા રાજપૂત સમાજના ભવનનું થયેલ ઉદ્દઘાટન

પી.આઇ. રાઠોડનું કરવામાં આવેલ સન્માન

પ્રભાસ પાટણ તા.૧૪: વેરાવળ તાલુકાનાં કાજલી ગામે ગામમાં પ્રવેશતા જ ચારણમાની જગ્યાની બાજુમાં કાજલી ગામનાં કારડિયા રાજપૂત સમાજ દ્વારા અદ્યતન ભવનનુ નિર્માણ કરેલ છે જેનું ઉદ્દઘાટન તા.૧૨-૧૧-૧૮ને લાભ પાંચમના દિવસે કરવામાં આવેલ.

આ ભવનનાં મુખ્યદાતા કાજલી માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર અને કાજલી ગામનાં સરપંચ મેરગભાઇ બારડ છે આ ભવનનું ઉદ્દઘાટન કાજલી માર્કેટીંગ યાર્ડના ડાયરેકટર પરેશભાઇ પરમારનાં હસ્તે કરવામાં આવેલ છે. આ ભવન નિર્માણમાં મુખ્ય દાતા સિવાય સમગ્ર કાજલી કારડિયા રાજપૂત સમાજનાં દરેક લોકોનો નાનો-મોટો ફાળો નોંધાયેલ છે. અને સમગ્ર કારડિયા રાજપૂત સમાજ કાજલીનાં સાથ-સહકારથી ભવ્ય ભવનનું નિર્માણ થયેલ છે.

આ તકે પી.આઇ. રાઠોડનું કાજલી ગામનાં સરપંચ મેરગભાઇ બારડ અને યુવાાનોના હસ્તે સન્માન કરવામાં આવેલ છે આ તકે ઉપસ્થિત અગ્રણીઓમાં જા.પ.ના સદસ્ય અને સંઘના ચેરમેન માનસિંહભાઇ પરમાર, કાજલી ગામનાં સરપંચ મેરગભાઇ બારડ, ડાયરેકટર પરેશભાઇ પરમાર, જાણીતા સ્ટેજ કલાકાર દેવગીરી ગોૈસ્વામી, ડાયરેકટર નરેન્દ્રસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ ઝાલા અને ગામનાં લોકો અને યુવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપેલ હતી.

(10:51 am IST)