Gujarati News

Gujarati News

News of Sunday, 14th October 2018

ખંભાળિયાના જમીન કૌંભાડનો આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર

ખંભાળીયા  શહેરની નજીકના હર્ષદપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી અને મૃતક બ્રીગેડીયરની મનાતી આશરે રૂ. પંદર કરોડ જેટલી બજાર કિંમત ધરાવતી પંદર વિઘા જગ્યાને બોગસ દસ્તાવેજો અને વારસાઇ એન્ટ્રી કરાવીને હડપ કરી લેવાઇ હોવાની ફરીયાદ થતા ખંભાળીયા પોલીસે આ પ્રકરણના મુખ્ય સુત્રધાર માનસીંગ ઉધમસીંગ દુદાણી (રહે.ધોરાજી)ની ધરપકડ કરી હતી.

માનસીંગને અહિંના તપાસનીશ અધિકારી એ.બી. જાડેજાએ શનિવારે શનિવારે ખંભાળીયાની અદાલતમાં રજુ કર્યો હતો. ઝડપાયેલ આરોપી શખ્સને સાથ સહકાર આપનાર માસ્ટર માઇન્ડ કોણ છે ? અન્ય શહેરોના રહીશ અને  માત્ર મોબાઇલ નંબરના આધારે જ ઓળખાતા એવા અન્ય શખ્સ કોણ છે ? તેમજ આરોપીના ઓરીજનલ ડોકયુમેન્ટસ કબજે કરવા સહીતના મુદે પોલીસે આરોપીના સાત દિવસના રીમાન્ડની માંગણી કરતા અદાલતે આરોપીના તા. ૧૬મી સુધીના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

(11:38 am IST)