Gujarati News

Gujarati News

News of Wednesday, 14th September 2022

સાવરકુંડલા : અખિલ ગુજરાત સિપાહી સમાજે ઉધરાવેલ ફંડ વાપરતા નથી

(ઈકબાલ ગોરી દ્વારા)સાવરકુંડલા તા.૧૪ : અખિલ ગુજરાત સિપાહી સમાજે રમજાન મહિના માં ઉધરાવેલ ફંડ હજુ વાપરવામાં આવેલ નથી તેથી સિપાહી સમાજ માં તર્કવિતર્ક થઈ રહ્યા છે.

 આ અંગે ના મળતા અહેવાલ કે અખિલ ગુજરાત સિપાહી સમાજના પ્રમુખ રશીદભાઈ કાજી એ જિલ્લા ઓ માંથી રમજાન માસમાં જકાત  ઉધારવા માં આવેલ હતો તે જકાતનું એકઠું થયેલ ફંડ દરેક જીલ્લે જીલ્લે શિક્ષણ માટે વાપરવા.માં આવશે તેવું નક્કી કરવા માં આવેલ હતું ત્‍યારે બાદ જકાત ઉઘરાવવામાં આવેલ તેની રકમ રૂપિયા સાત લાખ જેવી રકમ એકથી કરવા માં આવેલ હતી  રમજાન માસ ગયો અને રકમ એકથી કરવામાં આવેલ તેને આજે સાત માસ જેવો સમય થવા આવેલ છે છતાં પણ રમજાન માસમાં ઉધારવામાં આવેલ ફંડ શિક્ષણ માટે જિલ્લે જીલ્લે વાપરવા માટે રકમની ફાળવણી કરવામાં આવેલ નથી  નથી થયેલ કે જેતે જિલ્લા માંથી આવેલ રકમ તેજ રકમ જિલ્લામાં પરત કરી દેવામાં આવશે છતાં પણ અખિલ ગુજરાત સિપાહી સમાજે ફંડની રકમ તો એકથી કરી તે સાત લાખ જેવી માતબર રકમ અખિલ ગુજરાત સિપાહી સમાજ ના પ્રમુખ રશીદભાઈ કાજી એ પિતાની પાસે રાખેલ છે તે શિક્ષણ માટે જેતે જીલ્લે રકમ ફાળવવા માં શેનો વિલબ કરે છે  જેતે જીલ્લે થિ રકમ તો ઉધરાવી લીધી પરંતુ તે રકમ જેતે જીલ્લે કેમ ફાળવણી કરતા નથી તે થી સિપાહી સમાજમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે

      અગાઉ પણ હિસાબો રજુ  થયેલ ન હોય તેથી લોકો માં કચવાટ શરૂ થયેલ છે અને સિપાહી સમાજ માં એવી પણ ચર્ચા થવા લાગી છે કે શિક્ષણ ક્ષેત્રે વાપરવા માં તે રકમ ઉધારવા માં આવેલ છે તો રકમ દરેક જીલ્લે પરત કરવા માં  શા માટે ઘા  વાગે છે  અખિલ ગુજરાત સિપાહી સમાજ સમયસર હિસાબો રજૂ કરતા નથી એટલે અમદાવાદ જિલ્લા સિપાહી સમાજ અખિલ ગુજરાત સિપાહી સમાજ માંથી અલગ પડી ગઈ છે એટલે જો શિક્ષણ માટે ઉઘરાવવામાં આવેલ રકમ તાત્‍કાલિક જીલ્લે જીલ્લે ફાળવવા માં નહીં આવે તો અખિલ ગુજરાત સિપાહી સમાજ માંથી ઘણા જિલ્લા ઓ નીકળી જાશે તેવું સિપાહી વર્તુળો માંથી જાણવા મળેલ છે

     સાત સાત માસ સુધી રકમની ફાળવણી નો થાય એટલે લોકો માં શંકા કુ શંકા  ઓ ઉભી થઇ રહી છે કારણ કે અખિલ ગુજરાત સિપાહી સમાજ સમય સર હિસાબ આપતી નથી તેવી આગળી ઓ લોકો એ ચીંધેલ હતી.

(2:25 pm IST)