Gujarati News

Gujarati News

News of Wednesday, 14th September 2022

મારામારીના કેસમાં ૧૪ મહીનાથી ફરાર આરોપીને દ્વારકાના રૃપેણ બંદર ખાતેથી પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્કવોડ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.૧૪ : જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુની સુચના તેમજ એલસીબીના પોલીસ ઇન્સ્પેકટર કે.જે.ભોયે તથા પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી એ.એસ.ગરચરનાઓના માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો પેરોલ ફર્લો તેમજ નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા અંગે જરૃરી વર્કઆઉટ કરી રહેલ હતા.

જામનગર જીલ્લા જેલમાંથી ફોજદારી કેસ નંબર ૮૮૭પ - ૧૮ આઇ.પી.સી. કલમ ૩ર૪ વિગેરે મુજબ મારામારીના ગુનામાં જામનગર જિલ્લામાં જેલમાં રહેલ કાચા કામના આરોપી કાસમ દાઉદભાઇ મકવાણા રહેવાસી એકડેએક બાપુની દરગાહ પાસે રેલવે સ્ટેશન પાસે તા.જી.જામનગરવાળો જેલ ખાતેથી વચગાળાની જામીન પરથી ફરાર થઇ છેલ્લા ૧૪ મહીનાથી નાસતો ફરતો હોય જે આરોપીને સ્ટાફના સલીમભાઇ નોયડા તથા ગોવિંંદભાઇ ભરવાડ તથા કાસમભાઇ બ્લોચ તથા ભરતભાઇ ડાંગરનાઓએ સંયકુત રીતે મળેલ બાતમી હકિકત આધારે દ્વારકાના રૃપેણ બંદર મુબાળા કાંઠેથી ઝડપી પાડી જામનગર જીલ્લા જેલ ખાતે પરત સોંપવા અંગેની તજવીજ કરવામાં આવી છે.

આ કામગીરી પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સ્પેકટર એ.એસ.ગરચર તથા આર.એચ.સુવા તથા એ.એસ.આઇ. ગોવિંદભાઇ ભરવાડ પો. હેડ કોન્સ. લખધીરસિંહ જાડેજા, ગર્જેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, કાસમભાઇ બ્લોચ, રણજીતસિંહ પરમાર, કરણસિંહ જાડેજા, ભરતભાઇ ડાંગર તથા પો. કોન્સ. મહિપાલભાઇ સાદીયા, ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા અરવિંદગીરી ગોસાઇનાઓ દ્વારા કરવામાં આવેલ છે.

(2:25 pm IST)