Gujarati News

Gujarati News

News of Wednesday, 14th September 2022

પાણી ભરેલા ખાડામાં ડુબી જવાથી ભાઇ-બહેનના કરૂણ મૃત્‍યુ

ભાણવડમાં કરૂણાંતિકા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧૪ : ભાણવડના રામેશ્વર વિસ્‍તારમાં ટેલીફોન એક્ષચેન્‍જની બાજુમાં રહેતા ઓસમાણભાઇ કારૂભાઇ રાઠોડના ૧૧ વર્ષીય પુત્ર ચંદ્રેશ તથા ૧૧ વર્ષની પુત્રી અંજલીબેન ગઇકાલે સોમવારે સાંજે આશરે ચારેક વાગ્‍યે આ વિસ્‍તારમાં આવેલા પાણીના ખાડા બાજુ રમતા-રમતા આ ખાડામાંપડી ગયા હતા.

પાણી ભરેલા આ વિશાળ અને ઉંડા ખાડામાં ડુબી જવાના કારણે ચંદ્રેશ તથા અંજલિના કરૂણ મૃત્‍યુ નીપજયા હતા.

આ બનાવ બનતા સ્‍થાનિક લોકો ઘટના સ્‍થળે દોડી ગયા હતા અને અંજલિ તથા ચંદ્રેશને પાણીની બહાર કાઢી, હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા. જયા ફરજ પરના તબીબોએ તેમને મૃત્‍યુ પામેલા જાહેર કર્યા હતા.આ બનાવની જાણ ઓસમાણભાઇ કારૂભાઇ રાઠોડએ ભાણવડ પોલીસને કરી છે બે માસુમ બાળકોના અપમૃત્‍યુના આ બનાવે મૃતકના પરિવારજનોમાં આક્રંદ પ્રસરાવી દીધો હતો.

(2:14 pm IST)