Gujarati News

Gujarati News

News of Wednesday, 14th September 2022

ઓખાના રેલ્‍વે સ્‍ટેશનના પ્‍લેટફોર્મ નંબર ૨ પરથી થતી સૌરાષ્‍ટ્ર મેલ અને સોમનાથ એક્‍સપ્રેસને પ્‍લેટફોર્મ ૧ ઉપરથી રવાના થાય તેવી વ્‍યવસ્‍થા કરવા રજુઆત

(ભરત બારાઇ દ્વારા)ઓખા તા.૧૪: ઓખા ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રવીણભાઈ ગોકાણીએ DRM વેસ્‍ટર્ન રેલવે રાજકોટને પત્ર લખી ઓખાના રેલવે સ્‍ટેશન ના પ્‍લેટફોર્મ નંબર ૨ પરથી રવાના થતી સૌરાષ્ટ્ર મેલ અને સોમનાથ એક્‍સપ્રેસને પ્‍લેટફોર્મ ૧ ઉપરથી રવાના થાય તેવી વ્‍યવસ્‍થા કરવા વિનંતિ કરી છે.ઉલ્લેખનીય છે કે ઓખા સ્‍ટેશન પર લિફટ ત્‍થા કુલી ન હોવાથી બીમાર, ઉમરલાયક વૃદ્ધ વ્‍યક્‍તિઓ અને અપંગ લોકો ને પ્‍લેટફોર્મ નંબર ૨ પર જવામાં ભારે તકલીફ પડે છે જેને લઈ ઓખા ચેમ્‍બર ઓફ કોમર્સ દ્વારા ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે.

(11:55 am IST)