Gujarati News

Gujarati News

News of Wednesday, 14th September 2022

વાંકાનેરની જીવાદોરી સમાન મચ્‍છુ ડેમ-૧ ઓવરફલો થવામાં દોઢ ફુટ છેટુ

ડેમ હેઠળ આવતા વીસ ગામોને સાવચેત રહેવા સુચનાઓ અપાય

વાંકાનેર તા. ૧૪: શહેર તથા કુવાડવા વિસ્‍તારના ૪ર ગામોને પાણી પુરૂં પાડતો મચ્‍છુ ડેમ-૧ ઉપરવાસમાં સારા વરસાદને કારણે તથા નર્મદાના નીર ઠાલવાના કારણે ઓવરફલો થવામાં માત્ર દોઢ ફુટનું છેટુ છે હજુ ઉપરવાસથી પાણી આવક સતત ચાલુ હોય ત્‍યારે ડેમ હેઠળ આવતા વીસ ગામો જેમાં હોલમઢ, જાલસીકા, કોઠી, મહીકા, રસીકગઢ, ગારીયા, લુણસરીયા, કેરાળા, જોધપર, પાંજ, હસનપર, પંચાસર, વઘાસીયા, રાતીદેવજળી, વાંકીયા, રાણેકપર, પંચાસીયા, ઢુવા, ધમલપર તથા વાંકાનેર શહેર તથા નિચાણવાળા વિસ્‍તારના નદીમાં અવર જવર ન કરવીત થા માલઢોરને પણ નદીમાં અવર જવર નહીં કરવા સુચનાઓ અપાઇ છે અને સાવચેત રહેવા જણાવાયું છે.

ડેમની પાણી સંગ્રહની ક્ષમતા ૪૯ ફુટની છે ત્‍યારે હાલ ડેમની જળ સપાટી સાડી સુણતાલીસ (૪૭ાા) ફુ઼ટે પહોંચવા આવી રહી છે એટલે કે ડેમ છલકાવવામાં માત્ર દોઢ ફુ઼ટનું છેટું છે.

(11:50 am IST)