Gujarati News

Gujarati News

News of Wednesday, 14th September 2022

બીજી ઓકટોબરથી વરસાદનો નવો રાઉન્‍ડ - નોરતામાં પણ વર્ષા થશે

વર્ષા વિજ્ઞાન મંડળના રમણીકભાઇ વામજાની આગાહી

(વિનુ જોશી) જૂનાગઢ તા. ૧૪ : બીજી ઓકટોબરથી વરસાદનો નવો રાઉન્‍ડ શરૂ થશે અને નોરતામાં પણ વરસાદની આગાહી વર્ષા વિજ્ઞાન મંડળના સભ્‍ય રમણીકભાઇ વામજાએ કરી છે.

વરસાદ સહિત અનેક આગાહી કરનાર શ્રી વામજાએ જણાવ્‍યું હતું કે, હજુ ૨૧ સપ્‍ટેમ્‍બર સુધી વરસાદ થશે બાદમાં બીજી ઓકટોબરથી પાંચ ઓકટોબર દરમિયાન વરસાદનો નવો રાઉન્‍ડ શરૂ થશે.

શ્રી વામજાએ બીજા અને ત્રીજા નોરતામાં વરસાદની આગાહી કરતા વધુમાં જણાવ્‍યું હતું કે, હાથિયા નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થશે જેને લઇને મેઘરાજા નોરતાની મજા બગાડી શકે છે.

(11:39 am IST)