Gujarati News

Gujarati News

News of Wednesday, 14th September 2022

પોરબંદર જિલ્લામાં નેશનલ ગેમ્‍સ અવેરનેશ

પોરબંદર,તા.૧૪: રાજય અને કેન્‍દ્ર સરકારની સંયુકત ભાગીદારીથી તાઃ૨૯ સપ્‍ટેમ્‍બર થી ૧૨ ઓકટોબર ૨૦૨૨ દરમ્‍યાન ૩૬મી નેશનલ ગેમ્‍સ ગુજરાત રાજયમાં યોજાનાર છે, જે અંતર્ગત પોરબંદર જીલ્લામાં કાલે તા.૧૫ થી ૧૯ દરમ્‍યાન પોરબંદરની તમામ કોલેજ યુનિવર્સિટી તથા શાળાઓ ખાતે જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે.
રાજયમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેમ્‍સ ઉજવણી ગામે-ગામ સહિત સમગ્ર ગુજરાતમા ઉત્‍સાહભેર અને રંગારંગ રીતે યોજાય અને તેમાં રાજય તથા પોરબંદર જિલ્લાના વધુને વધુ યુવાનો તેમજ વિદ્યાર્થીઓ જોડાય તેવા હેતુથી કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
પોરબંદર જીલ્લાકક્ષાનો કાર્યક્રમનું આયોજન તા.૧૫ સ્‍વામીનારાયણ  ગુરુકુળ, છાયા પોરબંદર ખાતે યોજાશે. જેમાં અંદાજીત ૪૦૦૦ જેટલા લોકો હાજર રહેનાર છે તથા તા.૧૬ના રોજ તાલુકા કક્ષનાનો કાર્યક્રમ માધવાણી કોલેજ ખાતે તેમજ રાણાવાવમાં સરકારી વિનયન કોલેજ અને કુતિયાણામાં એસ.એમ.જાડેજા કોલેજ ખાતે યોજાશે. તથા તા.૧૭ સપ્‍ટેમ્‍બરના રોજ પોરબંદર જીલ્લાની બાકી રહેતી ૧૧ કોલેજ ખાતે કાર્યક્રમો યોજવામાં આવશે.
તા.૧૭ ના રોજ ક્‍લસ્‍ટર કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવશે. તથા તા. ૧૯ ના રોજ પોરબંદર જીલ્લાની તમામ ૫૧૩ જેટલી શાળાઓમાં કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ૩૬મી નેશનલ ગેમ્‍સ એન્‍થમ, ફીટ ઇન્‍ડિયા મુવમેન્‍ટની શપથ, સાંસ્‍કૃતિક કાર્યક્રમો, ખેલમહાકુંભ વિજેતા થયેલી શાળાઓને પુરસ્‍કાર, સેલ્‍ફી પોઇન્‍ટ, સ્‍પોર્ટ્‌સ ઇવેન્‍ટ, ખેલાડીઓનું સન્‍માન સમારોહ વગેરે કાર્યક્રમો યોજાશે.         

 

(10:35 am IST)