Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

બામણાશા ઘેડ પંથકમાં ઓઝત નદીનો પાળો તૂટતા ખેતરોમાં જળ બંબાકાર

રાજકોટ તા. ૧૪: કેશોદ તાલુકામાં આવેલ બામણશા ઘેડ પંથકમાં ઓઝત નદીના પાળા તુટતા પાણી ખેતરોમાં ફરી વળ્યા છે તેમ 'અકિલા' ફેસબુક લાઇવના શ્રોતા આહીર મશરી કરાંગીયાએ જણાવ્યું છે.

જુનાગઢ અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસતા ધોધમાર વરસાદના પાણી ઓઝત નદીમાં આવતા નદીમાં પાણીનો પ્રવાહ વધતા આ પાળા તૂટયા છે અને જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. 

(4:08 pm IST)