Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

પ્રતિબંધિત વિસ્તાર જુનાગઢ ભવનાથ ખાતે સવારથી જ ચુસ્ત બંદોબસ્ત જાળવતા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા

જુનાગઢઃ ભારે વરસાદની પરિસ્થિતીને ધ્યાને લઇ વહીવટી તંત્ર દ્વારા દામોદરકુંડ અને વિલિંગ્ડન ડેમ પર લોકોને આવન જાવન આગામી તા.૧૩ થી ૧૬ સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે ત્યારે ખાસ કરીને ભવનાથ વિસ્તારમાં સોનાપુર સ્મશાન પાસેથી લોકોને પ્રવેશ નિષેધ કરાયો છે. અને જુનાગઢ એસ.પી. રવિતેજા વાસમ શેટ્ટીની સુચનાથી ડી.વાય.અીેસ.પી. પ્રદિપસિંહ જાડેજાએ સવારથી જ ભવનાથ ખાતે બંદોબસ્તની કમાન સંભાળી હતી ઉપરોકત તસ્વીરમાં ખડેપગે વ્યવસ્થા સંભાળતા પી.જી.જાડેજા તથા ભવનાથ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એમ.સી. ચુડાસમાં હે.કો. આર.આર.બામરોટીયા, રાજુભાઇ ઉપાધ્યાય કરશનભાઇ મોઢા સહિતનો સ્ટાફ નજરે પડે છે. શ્રી જાડેજાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે આ જાહેરનામા અનુસંધાને કલેકટરશ્રી રચિતરાજએ આપેલ સુચના મુજબ મુજબ ભવનાથ વિસ્તારમાં રહેતા લોકો ધંધાર્થી તેમજ આશ્રમ અને મંદિરના સંચાલકોને મુશ્કેલીના પડેતે હેતુથી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને લોકોએ બિન જરૂરી આવનજાવન ન કરવા પણ અપીલ કરી છે અને ભવનાથ વિસ્તારમાં બહારથી આવતા યાત્રીકો અને લોકોને આ જાહેરનામાની અમલવારી કરવા સમજાવતા શ્રી જાડેજા અને બંદોબસ્ત બજાવતા પોલીસ જવાનો નજરે પડેછે.(અહેવાલ- વિનુ જોષી-તસ્વીર-મુકેશ વાઘેલા)

(1:29 pm IST)