Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

પાનેલીથી જામજોધપુર જવાનાં તમામ માર્ગો બંધ

ઉમિયાધામ સીદસર મંદિર પરિસરમાં ગોઠણડૂબ પાણી ઘુસ્યા : ઉમિયાસાગર ડેમ ફુલઝર ડેમ ઓવરફલો થતા વેણુનદીમાં ઘોડાપુર

મોટી પાનેલી,તા. ૧૪: ચાર કિલોમીટર દૂર જામજોધપુર તાલુકાનું પ્રસિદ્ઘ કળવા પાટીદાર સમાજના કુળદેવીમાં ઉમિયાનું પવિત્ર ધામ ઉમિયામંદિરમાં વેણુ નદીના ઘસમસતા નીર પહોંચી ગયા હતા સમગ્ર પંથકમાં ભારે વરસાદના પગલે બાવીસીકોટડાનો ફુલઝર ડેમ સીદસરનો ઉમિયાસાગર ડેમ ઓવરફલો થતા ડેમના પાટિયા ખોલી દેવાયા હતા તેમજ ધ્રાફાનદીનું પાણી વેણુ નદીમાં આવતા નદીમાં ભારે ઘોડાપુર આવ્યું હતું નદીનું વહેણ એટલું વિશાળ હોવા છતાં પાણીની ભારેખમ આવકને લીધે વેણુ નદીનું પાણી છેક મંદીરના પટાંગણ સુધી પહોંચ્યું હતું.

જે ધીમે ધીમે મંદિરના પગથિયાં સુધી પહોંચતા દ્રશ્યો રમણીય બન્યા હતા સાથેજ મંદિર પરિસદમાં રોપાયેલા અવનવા રમણીય વૃક્ષ તેમજ વિવિધ સુંદર રોપાઓને ભારે નુકશાની થયેલ છે સાથેજ વેણુ નદી ભારે પુરથી ઉભરાય હોય પાનેલીથી જામજોધપુર જવાનો રસ્તો બંધ થઇ ગયેલ હોય પાનેલી જામજોધપુર વચ્ચેનો વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થયેલ છે.

ધ્રાફા પુલ ઉપરથી ત્રણ ત્રણ ફૂટ ઉપર પાણી વહી જતા પુલ પાસેનો આખો રોડ ધોવાઈ ગયાના સમાચાર છે જેનેલઈને વાહન વ્યવહાર બંધ છે. 

(12:02 pm IST)