Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

વડિયાનો સુરવો ડેમ છલકાવાની તૈયારી

(ભીખુભાઇ વોરા દ્વારા) વડીયા,તા. ૧૪: સમગ્ર રાજયમાં ભાદરવો ભરપૂર હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે અમરેલીના વડિયામાં પણ ત્રણ ઇંચ વરસાદ સવાર સુધીમાં નોંધાયો હતો. ઉપરવાસ માં વરસાદના કારણે વડિયાના લોકોની જીવાદોરી સમાન સુરવો ડેમમાં પણ ૩.૫ ફુટ નવા નીરની આવક થઇ હતી. અને સુરવો ડેમની જળ સપાટી પાંચ ફૂટ પર પહોંચી હતી. ભાદરવામાં ભરપૂર વરસાદથી ખેડૂતોના પાક ઉપર ફરી નવજીવન મળ્યું છે અને નદી નાળામાં પાણીના વેણ ચાલુ થતા લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સુરવો ડેમની જળ સપાટી સાડા બાર ફૂટ પર પહોંચી હતી.ત્યારે ડેમની સપાટી પૂર્ણ ભરાવામાં ફકત ચાર ફૂટ બાકી છે ત્યારે આ પાણીની આવકને વધાવવા માટે પૂર્વ મંત્રી બાવકુ ઊંધાડ, જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ રાંક, તાલુકા પંચાયત સદસ્ય તુષાર ગણાત્રા,ઉપ સરપંચ છગન ઢોલરીયા સહીતના આગેવાનો અને ગામલોકો ડેમ સાઈટ પર જોવા મળ્યા હતા. જો સ્થિતિ યથાવત રહી તો મધ્યરાત્રી સુધીમાં વડિયાની સુરવો નદી પર આવેલો સુરવો ડેમ ઓવરફ્લો થશેએ વાત નક્કી છે.ખેતી પણ હરિયાળી બનતા ખેડૂતોમાં પણ હર્ષ જોવા મળી રહ્યો છે.

(11:56 am IST)