Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

નવાગામમાં ૪૦ ઈંચઃ સર્વત્ર પાણી પાણી...

૪ દુકાનો પાણીમાં તણાઈ ગઈઃ ખેતરો ધોવાઈ ગયાઃ દિવાલો-મકાનો તૂટયાં: ભારે નુકશાની : કાલાવડ તાલુકાના ધુન ધોરાજી, હકુમતી સરવાણીયા, માછરડા, ઉમરાળા સહિતના ગામો ઉપર પણ મેઘો ઓળઘોળ

કાલાવડ, તા. ૧૪ :. તાલુકાના નવાગામ, ધુન ધોરાજી, હકુમતી સરવાણીયા, ઉમરાળા, માછરડા, મોટી વાવડી, જામવાળી સહિતના ગ્રામ્ય પંથકમાં સાંબેલાધાર મેઘમહેર થતા નદીઓમાં ઘોડાપુર આવી ગયા હતા... રવિવાર રાત્રીથી સવારના સોમવાર ૧૦ વાગ્યા સુધીમાં તોફાની વરસાદ ૪૦ ઈંચ સુધી જોવા મળ્યો... વરસાદના પગલે નદીમાં ઘોડાપુર આવ્યા હતા. નવાગામમાં ભારે વરસાદ અને ઉપરવાસના વરસાદને કારણે નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાય હતી. પાણીની આવક ખૂબ હોવાથી રોડ ઉપર પાણી ભરાયા હતા. દુકાનું પણ પાણી ડૂબ થઈ હતી. દુકાનો પણ પાણી નદી દોસ્ત થઈ હતી અને દુકાનની વસ્તુઓ પાણીના વહેતા વહેણમાં તળાઈ હતી.

મોટી વાવડીમાં પણ વરસાદની તાનાસાહી જોવા મળી હતી. આખુ ગામ બેટમાં ફેરવાયુ હતુ. જેના પગલે જનજીવન ખોરવાઈ ગયુ હતું અને નદી ગાંડીતૂર બની હતી. ઉમરાળામાં પણ વરસાદના પગલે સમગ્ર ગામમાં પાણી ફરી વળ્યુ હતું અને જેના પગલે ગામ લોકોને ભારે નુકસાનીનો સામનો કરવો પડયો હતો. ધુન ધોરાજી ગામમાં પણ ભારે વરસાદને પગલે નદી બે કાંઠે થઈ હતી, જેના પગલે જનજીવન પણ ખોરવાયું હતુ અને તમામ ખેડૂતોના પાકને પણ નુકસાની થઈ હતી. દરેક ખેડૂતના ખેતરમાંથી નદી બે કાંઠે જતી હોવાથી દરેક પાક ધોવાઈ ગયો છે ફકતને ફકત માટીનો કાપ જોવા મળી રહ્યો છે. નવાગામની નદી ગાંડીતૂર બની વહેતી નદી ઉપર માણસ ડૂબી જાય તેટલુ પાણી હતું અને ગામમાં પણ નદીનું પાણી પ્રસરી જતા લોકોના ઘર પણ તણાઈ ગયા હતા. ત્રણથી ચાર દુકાનો પાણીમાં તણાઈ ગઈ હતી અને આ દુકાનોનો સામાન પણ વહેતા પાણીમાં તણાતો જોવા નજરે પડયો હતો.. જ્યારે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના પણ મકાન તણાઈ ગયા હતા જ્યાં મકાનનું નામોનિશાન જોવા મળી રહ્યુ નથી. મૂંગા પશુઓ પણ જમીનદોસ્ત થયા હોય તેવું માલૂમ પડી રહ્યુ છે. વરસાદનું પાણી ગામમાં આવતા ગાડી રમકડાની જેમ પાણી તરતી હતી. વરસાદના પગલે નવાગામથી તાલુકા કક્ષાએ જવાનો રસ્તો પણ બિસ્માર હાલતમાં હતો જે નવાગામ માછરડાની વચ્ચમાં મચ્છેન્દ્ર નાથ મહાદેવવાળો પૂલ તૂટી ગયો.. નવાગામ બસ સ્ટેશન પાસે આવેલી શાળામાં પણ વરસાદના પાણી પગલે દિવાલ પડી ગઈ હતી. વરસાદના પગલે ગામમાં લાઈટ અને મોબાઈલના નેટવર્ક પણ બંધ થયા હતાં.

(11:55 am IST)