Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

લોકલ ક્રાઇમ બ્રાન્‍ચ રાજકોટ રૂરલનો સપાટોઃ જેતપુર સીટી પો. સ્‍ટે. વિસ્‍તારમાંથી ૬ જુગારીઓને રોકડા રૂ.૧,૩૭,૭૦૦ મળી કુલ રૂ. ૧,૯૪,ર૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડયા

રાજકોટઃ લોકલ ક્રાઇમ બ્રાન્‍ચ રાજકોટ રૂરલે સપાટો બોલાવ્‍યો છે. જેતપુર સીટી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાંથી ૬ જુગારીઓને રોકડા રૂ.૧,૩૧,૭૦૦ મળી કુલ રૂ.૧,૯૪,ર૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડયા છે.

આ અંગેની વિગતો જોઇએ તો જેતપુર સીટી પો.સ્ટે. વિસ્તારમાંથી જુગારીઓ ને ગંજીપતાના પાના વડે તીનપત્તી નો જુગાર રમતા રોકડા રૂ. ૧,૩૭,૭૦૦/- મળી કુલ રૂ. ૧,૯૪,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી સંદિપસિંહ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમર સાહેબનાઓએ પ્રાહી જુગારના કવોલીટી કેસો શોઘી કાઢવા સુચના કરતા આજરોજ પો.ઈન્સ.શ્રી એ.આર.ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. શ્રી એચ.એમ.રાણા સાહેબની રાહબરી હેઠળ પો. હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા તથા પો. હેડ કોન્સ. જયેન્દ્રસિંહ

વાઘેલા તથા પો. હેડ કોન્સ. અનીલભાઇ ગુજરાતી નાઓ ને મળેલ હકિકત આધારે જીતેન્દ્રભાઇ મગનભાઇ રામાણી રહે- જેતપુર, બાવાવાળા પરા શેરી નં. ૯, લેઉવા પટેલ સમાજ પાસે વાળો પોતાના કબજા ભોગવટાના જેતપુર, બાવાવાળા પરા શેરી નં. ૯, લેઉવા પટેલ સમાજ પાસે આવેલ રહેણાંક મકાનમાંથી જુગારનો અખાડો પકડી ૬(છ) જુગારીઓને પૈસા તથા ગંજીપતાના પાના વતી તીન પત્તી (રોન પોલીસ) નો નસીબ આધારીત હારજીત નો જુગાર રમતા ઇસમોને રોકડા રૂ. ૧,૩૭,૭૦૦/- મળી કુલ મુદામાલ રૂ. ,૯૪,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ છે.

પકડાયેલ આરોપીઓ

(૧) રમેશચંદ્ર ઉર્ફે રાજુભાઇ નેભનદાસ નથવાણી જાતે- સીંધી લોહાણા ઉ.વ. ૬૩ રહે- જેતપુર, ગાંધી રોડ, બગીચાની સામે, ભગવતી હાઇટ્સ ફલેટ નં. ૩૦૫

(૨) શેહજાદ રફીકભાઇ છુટાણી જાતે- મેમણ ઉ.વ. ૩૧ રહે- જેતપુર, બોખલા દરવાજા, દેવજી ભીમજી વાળી શેરી

(૩) અનીલભાઇ ઉર્ફે ડબલી મનસુખભાઇ બારૈયા જાતે- કોળી ઉ.વ. ૩૭ રહે- જેતપુર, બાપુની વાડી, અભીષેક સ્કુલ પાસે

(૪) લલીતભાઇ ડોસાભાઇ અઢીયા જાતે- લોહાણા ઉ.વ. ૭૦ રહે- ગોંડલ, મહાદેવવાડી શેરી નં.૪

(૫) સુધીરભાઇ છગનભાઇ ચાવડા જાતે- આહિર ઉ.વ. ૪૧ રહે- હડમતીયા ગામ તા. ધોરાજી જી. રાજકોટ

(૬) ભાવીનભાઇ મથુરાદાસ ઉદેશી જાતે- ભાટીયા ઉ.વ. ૪૮ રહે- ભાયાવદર, શાકમાર્કેટની બાજુમાં

પકડવાનો બાકી આરોપી-

(૧) જીતેન્દ્રભાઇ મગનભાઇ રામાણી રહે- જેતપુર, બાવાવાળા પરા શેરી નં. ૯, લેઉવા પટેલ સમાજ પાસે

 

કબજે કરેલ મુદામાલ

(૧) રોકડા રૂ. ૧,૩૭,૭૦૦/- (૨) ગંજીપતાના પાના કિ.રૂ. ૦૦/- (૩) પ મોબાઇલ ફોન કિ.રૂ. ૫૬,૫૦૦/-

કુલ કિ.રૂ.૧,૯૪,૨૦૦/- નો મુદામાલ કામગીરી કરનાર ટીમ-રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.આર.ગોહિલ, પો.સબ ઇન્સ. શ્રી એચ.એમ.રાણા, પો.હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ વાઘેલા, અનીલભાઇ ગુજરાતી,સંજયભાઇ પરમાર તથા પો. કોન્સ. નારણભાઇ પંપાણીયા તથા અમુભાઇ વિરડા નાઓ દ્રારા કરવામાં આવેલ છે. તેમ (એ.આર.ગોહિલ) પોલીસ ઇન્સ. એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યની યાદીમાં જણાવાયું છે

 

(10:54 pm IST)