Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

જુનાગઢમાં જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સોની રોકડ સાથે ધરપકડ

ઇન્ડસ્ટ્રીઝ એરીયામાંથી ૭૫૬ બોટલ વિદેશી દારૂ ઝડપાયો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ,તા.૧૪ : જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પાવર તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીની અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક પી.જી. જાડેજા સા.ના માર્ગદર્શન હેઠળ જુનાગઢ એ.ડી.વી. પોસ્ટે. વિસ્તારમાં ઇન્ચાર્જ પો.ઇન્સ. આર.જી.ચૌધરીને મળેલી બાતમી આધારે વિશળવાવા ચોકી વિસ્તારમાં માઢશેરી માતૃઆશીષ એપોર્ટની બાજુમાં જાહેરમાં જુગાર રમતા કુલ-૭ ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ આરોપીઓમાં પ્રકાશ દીલસુખભાઇ તન્ના, જયભાઇ પ્રકાશભાઇ  લાઠીયા, ભાવીનભાઇ જયસુખરાય શુકલ, પ્રદીપ વલ્લભાઇ રાયઠ્ઠા, અરવીંદ ઉર્ફે અતુલ પ્રેમજીભાઇ સોંદરવા, દીનેશભાઇ દાસાભાઇ ખંડેરીયા, તથા સફીભાઇ જુમ્માભાઇ બેલીમ બધા જુનાગઢ પાસેથી રોકડ રકમ રૂા.૧૫૦ થી ૧૦૦ કબ્જે કરેલ છે.

આ કામગીરી ઇન્ચા. પોલીસ ઇન્સ. આર.જી. ચૌધરી સા.ની સુચના મુજબ પો.સબ.ઇન્સ જે.એચ. કછોટ તથા એ.એસ.આઇ. વલ્લભભાઇ રાજાભાઇ તથા પો.કોન્સ. જીલુભા ઠારણભાઇ તથા ભાવસિંહ સાદુલસિંહ એ કરેલ છે.

૭૫૬ બોટલ દારૂ ઝડપાયો

 જુનાગઢ સરગવાડા ગામે રહેતા ભાવેશ ખોડાભાઇ રબારી તથા નીલેશભાઇ ખોડાભાઇ રબારી તથા ભુપત મુળુ રબારી તથા અનીલ મરાઠા તથા અશોક ઉર્ફ બકાલી કરમશીભાઇ દેવીપુજક એમ બધા મળીને ભાગીદારીમાં સરગવાડા ગામમાં રેલ્વે ફાટક પાસે આવેલ શની ઇન્ડસ્ટ્રીજ નામના કારખાનાની બાજુમાં બંધ હાલતમાં પડતર પડેલ ગોડાઉનમાં બહારથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવી ગે.કા. રીતે રાખેલ છે. જે હકિકત મળતા તુર્તજ બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા ગે.કા.રીતે ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો પેટી નંગ-૬૩ કુલ બોટલ નંગ- ૭૫૬ કિ.રૂ. ૩,૪૪,૧૬૦-નો પ્રોહી મુદ્દામાલ રાખી હાજર નહી મળી આવેલ આરોપીઓ ભાવેશ ખોડાભાઇ રબારી, નીલેશભાઇ ખોડાભાઇ રબારી, ભુપત મુળુ રબારી, અનીલ મરાઠા, અશોક ઉર્ફ બકાલી કરમશીભાઇ દેવીપુજક રહે- બધા ગામ સરગવાડા જી.જુનાગઢ વાળાઓ વિરૂધ્ધ તાલુકા પોલીસ સ્ટેશન જુનાગઢ ખાતે પ્રોહી ક.૬૫(ઇ),૮૧,૧૧૬(બી). મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

આ કામગીરી રીડર પોલીસ ઇન્સ.  કે.કે.ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.  પી.જે.રામાણી સાથે એ.એસ.આઇ એસ.એમ. દેવરે તથા પો.હેડ કોન્સ. ગીરીરાજસિંહ વાઘેલા તથા રોહીતસિંહ વાળા તથા પો.કોન્સ. ભરતભાઇ ચાવડા, તથા રમેશભાઇ શિંગરખીયા,તથા ભુપતસીહ સીસોદીયા તથા પ્રવિણસિંહ મોરી એ કરેલ છે.

ભાગેડુ આરોપી ઝડપાયો

જુનાગઢ બી ડીવીઝનમાં નોંધાયેલ મર્ડર કેસના આરોપી ફારૂન ઉર્ફે ફાનસ આમદભાઇ ગૌભી (ગામેતી) પેરોલ પર છુટી પરત નહી આવતા ભાગેડુ જાહેર કરેલ સદર આરોપીને બાતમીને આધારે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

આરોપીને પકડવામાં SOGના એ.એસ.આઇ.ભાટી, પીએસઆઇ જે.એમ વાળા, હેડ કોન્સ. એમ.વી. કુવાડીયા, પીએમ ભારાઇ, તથા કોનસ. અનિરૂધ્ધસિંહ, ચાંપરાજભાઇ, ધર્મેશભાઇ વાઢેર વગેરે રોકાયા હતા.

(12:50 pm IST)